ન ઉણપ ન સુધાર ન ભભરાવવો પડે દેખાવ
સર્વે સંચિત સમજ, સમીકરણ, સમાધાન,
ઓગળ્યા. ન કોઈ હવે પૃષ્ઠભૂ પ્રમાણ.
જ્યાં મન મતિ મારે અનાયાસે લટાર
દર ઇન્દ્રિય સંચારનાં ત્યાંથી ઊલેચે જોડાણ.
સમાપ્ત. ન કોઈ સંજ્ઞા હવે રહી પર્યાપ્ત.
ચેષ્ટા ધરે આંતરબાહ્ય અચાનક પ્રતિભાવ
દર અવરજવરનો ખોળે બંધબેસતો ક્યાસ,
સદાય શાંત. ન કોઈ જરૂર હવે સંમત આધાર.
સાચાં સત્યોની નવીન સમજો લગતું જ્ઞાન
ઉર્ધ્વ સ્તરોથી ઊતરે એવાં અમલો એકધાર.
સંધાન. ન કોઈ અધકચરું, બસ! ખરું પૂરું તમામ.
પ્રભુ...કૃપાળુ અપાર...
આભાર...
નવેમ્બર, ૨૦૧૮
Flower Name: Verbena X Hybrida
Common garden verbena, Florists' verbena
Significance: Thoroughness Common garden verbena, Florists' verbena
Indispensable for all true progress.
No comments:
Post a Comment