Friday, 31 July 2020

ભાવિ સમયની માંગ ...


દિવ્યસ્ફુરણો છે ભાવિ સમયની માંગ
સ્થૂળ સુક્ષ્મનો એ માધ્યમે જડવો ઈલાજ
એ જ થકી ઉતારી લાવવાં સત્ સાર
સાતત્યભર્યું નાવીન્ય સ્ફુરણાથી સાક્ષાત

ભાવિનાં પડકારો માંગશે નવ ઉપચાર
અતીતનાં અનુભવોમાં ન મળે એ જવાબ
કે નથી બુદ્ધિની ક્ષમતામાં બેઠાં તૈયાર
કે શારીરિક રચના જે ઉગવશે નવો ફાલ

સ્વયંભૂ આંતરસ્ફુરણો સહસા તત્કાલ
ગોઠવતાં હાજરાહજૂર અમલ સમજ જ્ઞાન
બધું જ આવી મળતું ને તરતમાં પાલનકાર્ય
કોષો પણ આદેશગ્રસ્ત ન કૌશલ્ય મોહતાજ 

કેળવ મનુષ્ય! ન બન નિર્ભર મનમતિપ્રાણ
સંસાધનો એ. નથી મૂળ સ્ત્રોત કે સ્થાન.
દિવ્ય સાક્ષાત્કારો નથી એક સમયનું કામ
એ તો ઊતરતાં રહેવાં સતત ઘડી ઘડી સહજ સાવ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Citharexylum

Fiddle-wood, Zitherwood

Rainbow pink

Significance: Spiritual Ascension

Fearless, regular, uninterrupted.

Thursday, 30 July 2020

પગલું દર એક એક...



હે પ્રભુ!

તવ પગલાં મહીં પગલું મૂકું
ને માંડું પગલું એમ એક એક
તવ ઘડી પાદ પગથીને વરું
ને માણું પગલું દર એક એક

તુજ દીધી રાહ પર વટેમાર્ગુ
ને રક્ષિત પગલું દર એક એક
તવ અદ્રશ્યી સહાયે દોરાતું
ને દ્રઢ પગલું દર એક એક

પ્રશ્ર્નાર્થમાં ઉત્તરો સજાવતું
ને ઉજળું પગલું દર એક એક
નવ પથ નવ ઉદ્દેશ લક્ષતું
ને ભેદક પગલું દર એક એક

ઘડતું ચાલે દ્રષ્ટાંત અદકેરું
ને પથ કોરતું દર એક એક
પ્રાણપ્રકૃતિ પરે થઈ પાધરું
ને તપસશક્તિ જડતું એક એક

ભૂંસાતું તવ ચરણપદ્મે વિરમતું
ને તવ પદ્મપાદદત્ત એક એક
વિલયને ઉદ્-ગમતું દિવ્ય નવલું
ને તવ ઐક્ય સાધતું એકમેક અનેક...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Dianthus chinensis

Rainbow pink

Significance: Perfect Obedience

Without reserve or hesitation, joyous obedience in every sphere to the Divine command.

Wednesday, 29 July 2020

સમર્પણની અગત્યતા ...



સમર્પણની અગત્યતા માટે હજુ એક ભાગ
સમર્પણ સંપૂર્ણ તો ચડાણે સહજ મદદગાર
વ્યક્તિત્વથી અસ્તિત્વ ખોજ પડાવ
પ્રતિ જરૂરી સદંતર ઓગળવાં મનમતિપ્રાણ

અસ્તિત્વથી સમત્વની સફર શરૂઆત
ને શરીર ઘટક બનતું રક્ષણાત્મક ઢાલ
મનુષ્ય શરીર બનતું અડગ દિવાલ
માળખું બનતું ને એક સજગ જોડાણ

અદ્રશ્ય પ્રદેશોમાં થાય ઘૂમતો જીવ સભાન
શરીર બચાવતું દરમ્યાન એ ગૂઢ પ્રવાસ
ને જીવ જોડાયેલ રહેતો તાંતણે પર્યાપ્ત
દિવ્યકવચ જ મૂકે સહુલિયત ને આવનજાવ

જો સમર્પણ અપૂર્ણ ને ન ધરપત ન ઠાર
તો સ્વ પ્રયત્ન ને મનોપ્રાણ ગતિ બનતી માર્ગ
અવરોધ બનતી એ પ્રદેશોની અટકચાળ
પ્રત્યાગમન બનતું અઘરું ને જોખમકાર

રક્ષણ માંગવું વિના અપવાદ વિવાદ
અદ્રશ્ય જગત છે મતિની સમજ બહાર
સંપૂર્ણ અર્પણ સમર્પણ ને ખુલ્લો રહેતો ગ્રાહ્ય
તો સમજી ચૂક્યો હોય ભૂમિકા ને યોગદાન.

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Rosa chinensis 'Minima

Fairy rose, Pygmy rose

Significance: Detailed Surrender

A surrender that neglects nothing.

Tuesday, 28 July 2020

રહ્યું હતું ક્યાંક ધરબાઈને ...



ડર નહીં! જો છુપાયેલ રહ્યું હોત ઊંડે
ન જણાયું હોત વિઘ્નકર્તા ક્યારેય
ન મેળવાયો હોત ઈલાજ યોગ્ય રીતે
માન, જે થયું તે ને સારા જ માટે ...

અઘરી હકીકતો અણધારી ઊઘડે
કંઈ ન હતું એમાંથી ઊભરી નીકળે
અસ્વસ્થ થવાય ઘડીક ને સમય લાગે
પણ જાણ કે આ રહ્યું હતું ક્યાંક ધરબાઈને ...

અંદર ઘર કરી બેઠું જરૂર કનડે
જો નિર્મૂળ ન થાય તો ઈલાજ કેમ કરીને?
માટે જ આવ્યું સપાટી પર જણાવવા કાજે
ખરો વિઘ્ન આ કારણથી, જરૂર અહીં વધારે ...

એટલે જ બાહ્યનાં બાહ્ય પૂરતાં અધૂરપે
ને ઈલાજો મેળવાતાં ફક્ત હંગામી ધોરણે
ને એટલે જ વળી પાછાં આવતાં સમયાંતરે
ને મનુષ્ય એના એ ચક્કરમાં વારે વારે ...

વિઘ્ન દેખાય તો ઘડીક થંભીને ચકાસજે
ભીતરની નામંજૂરી કે સંસાધનોની ક્ષતિ? શોધજે
નગમતું પણ આવવા દેજે ને અર્પણમાં પધરાવજે
માર્ગ ખુલશે ને સાથે ક્ષતિ પણ હંમેશ માટે વિરામ પામશે.

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Calotropis gigantea

Mudar, Bowstring hemp, Crown plant

Significance: Courage 

Bold, it faces all dangers.


Monday, 27 July 2020

દિવ્યત્વનો રંગ એકમાત્ર...



સુવર્ણ માટે સમર્પણ જ દ્વાર
રંગરોગાન રંગભેદ રંગછાંટ
વિભંજનમાં વિખરે પશ્યાત
પામે દિવ્યત્વનો રંગ એકમાત્ર

દર રંગની ઓળખ પહેચાન
સંપૂર્ણ સમજ ને ચરિતાર્થ
એક એક આવી કરે વસવાટ
ઘડાય ઊંડાણ ને પૃષ્ઠભૂ પાક

રંગબેરંગી છોળોનો અલ્હાદ
ભેળસેળ ઉડાઉડ ને ધૂંધળાશ
શમે પછી ને જાગે પછી દ્રશ્યઝાંય
ને આરંભે સ્પષ્ટ દ્રાશ્યની પ્યાસ

રંગ સમીકરણો ભળે ઓગળે જ્યાં
શ્વેતસ્તર માંડે ધવલ ધોધ શરૂઆત
અવતરતો ઉજાળતો જામતો નિવાસ
કેળવે સ્વર્ણસમસ્ત અર્થે તૈયાર

સંપૂર્ણ સમર્પણ કણેકણનું નિર્બાધ
રંગો સ્તરો વિભાગો ખુલતાં અફાટ
સમુચ્ચય પલટાય ભીતરે ને બાહ્ય
દિવ્યતા જ માંડે સોનેરી ચેતનાનો સત્કાર...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Helianthus

Sunflower

Significance: Intensity of the Consciousness in the Full Supramental Light

It is radiant and shining in order to illuminate the world.

Sunday, 26 July 2020

“માવતર હું, ન કમાવતર થાઉં.”!



બુદ્ધિ કહે, “રહેવા દે! આ મારું કામ”
માતચેતનાને સમજાવે શાણ!
ચેતના સસ્મિત માને આભાર
ને જાણે, “માવતર હું, ન કમાવતર થાઉં.”!

દે બુદ્ધિને છૂટો દોર ને અવકાશ
“જા, રમી લે તું, હું અહીં અડીખમ આમ”
બુદ્ધિ ન સમજે બાંહેદરી ન ભાવ
અહંભેર આમતેમ ને ભાગાભાગ

માતચેતના તો સ્થિર ને રખેવાળ
જ્યાંને બુદ્ધિ વધુ એલફેલ રખડપાટ
ચેતવે ને સમજાવે લાભાલાભ પર્યાપ્ત
ને રક્ષકસ્થાનેથી ભરે સ્નેહ ને દેખભાળ

બુદ્ધિ ‘કુ-બુદ્ધિ’ થઈ ન સમજે ભાન
માવતર થાય સક્રિય ને વરસાવી વ્હાલ
ને સમજાવે ‘કુ’ ભાગોને કયાં વ્યવહાર
અયોગ્ય ખુદ બુદ્ધિ ને વ્યક્તિ માટે નુકસાન

બુદ્ધિ સમજે પછી કે ખરું માવતર આ
અન્ય અંદેશો આપતું રહે એ ચૈતન્યપ્રમાણ
ન અવગણવું ન અન્યને અનુસરવું અભાન
ચેતનાબાળ થઈ અનુસરણ જ યોગ્ય કામ.

ચેતના પ્રદીપ્ત ત્યાં બુદ્ધિનું સવિશેષ શું યોગદાન?

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Lycoris aurea

Golden hurricane lily, Golden spider lily

Significance: Conversion of the Higher Mind

Receives its inspirations from the Divine Consciousness.

Saturday, 25 July 2020

સર્વાંગ સમાવતી ...દિવ્યચેતના ...



સર્વાંગ સમાવતી સકળ દિવ્યચેતના
ન તર્ક ન વિભાજન ન ચુકાદો હર્તા

વિપુલ વૈવિધ્યની જનની ને નિર્માતા
કણથી અકળ ને સમસ્ત વિધાતા

વિલયથી રૂપો ને ઓગળતાં સાંધા
વહેતા આકારો ને પ્રવાહોનાં પાસા

સમાવેશની બાંધણી ને બંધાણી દ્યાતા
અંતરમાં ઉગવતી ઐક્ય પિપાસા

એકમેક નિર્ભર ને ‘એકલ’ની મહત્તા
દ્વિમાર્ગી વિકાસ ને પ્રત્યેકની અગત્યતા

અહો! અનિમેષ અમેય મંગળ દિવ્યતા
અતુલ્ય તેજોમય આલિંગને વિશ્વઆત્મા...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Punica granatum

Pomegranate

Significance: Divine Sacrifice

For the Divine it is not a supreme sacrifice to renounce the beatitude of His unity in order to create the painful multiplicity of the world?

Friday, 24 July 2020

આ “હું”નો... પહાડ...



આ “હું”નો મસ મોટો પહાડ
અનુસર્યો! તો ખડકાતો જાણ
પગલે પગલે વધતો ચોપાસ
વધતો અસંતોષ વધારતો ચડાણ

ભૂખ તરસ વધતી અજાણી ક્યાંક
ભટકતો માણસ ન ટોચ ન માર્ગ
ડગલે ડગલે લોભાવતાં લાભ
સ્વ ખોતો ‘હું’કાર ભારોભાર

ભૂલે સાન ભાન ધ્યાન સ્વ ભાવ
ખ્યાલે ફક્ત પ્રચુર પ્રસિદ્ધિ પ્રચાર
હંગામી જીવનધોરણ ને રીતભાત
અન્યોમાં શોધે અનુયાયીઓ ને ઈલાજ

ઉપાય: સભાનતામાં વધતો અટકાવ
શોધ ને પગલે પગલે ઓગાળતો પસાર
‘હું’વગરનો, ઉપલબ્ધ છે સ્થાયી માર્ગ
એ એક જ! જે દોરી જતો ભણી ૐકાર...

પ્રભો હંમેશ સાથોસાથ 
ને એક સમય પછી વિલયન એકાકાર...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Eucalyptus

Eucalyptus, Australian gum, Gum tree, Ironbark, Stringybark

Significance: Abolition of the Ego

One exists only by the Divine and for the Divine.

Thursday, 23 July 2020

એક એક બનતાં પૂંજી...



નથી એકપણ અનુભવ કે ઘટના થતી બાકાત
કે ઘડીનો પણ વીતેલ સમય હોતો બરબાદ
એક એક બનતાં પૂંજી ભણી પ્રગતિ જીવજાત

એક જ પળમાં અંકુરિત અગણ્ય શીખપાઠ
કંઈકનું કંઈક, કશાક ભણી લઈ બનતો માર્ગ
કેવી ને કેમ વિતાવી? બનતી નિર્મિતમાં યોગદાન

અદમ્ય ક્ષમતાઓ છૂપી છતી વિકસતી વપરાય
ક્ષણમાં પલટાવે સફર ને ફેરવે દઈ જરૂરી વળાંક
વાલીમાંથી ઋષિવાલ્મિકી ને પુત્ર બને ભક્ત પ્રલ્હાદ!

બસ! સભાન થયો તો માનજે ઋણી ને ધન્યવાદ
નરી આંખે જોઈ શકીશ ગતિમાં ખુદ થકી હોમદાન
ને ઘણાં આરોહઅવરોહો જણાશે ઉપયોગી પ્રવાસ...

અહો! આ કેવું અદ્-ભૂત સમસ્તનું શાણ!
પરિપૂર્ણતા તરફ સમજાવતું સુધરાવતું પ્રયાણ
અત્યંત અનુકંપામય અવકાશ! પરમનું પ્રાવાધાન...

બસ! ચાલતો ચાલ...

પ્રભો!

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis 'Rukmini'

Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China

Significance: Power of the Supramental Consciousness

Organising and active, irresistible in its influence.

Wednesday, 22 July 2020

એક સમય આવશે નક્કી...



દર સવાર એવી ઉગવી
દ્રઢ નિશ્ચય સંગ વૃત્તિ
પરમ ચરણે થશે સમર્પિત

સમય લાગશે સ્વયંભૂ ગતિ
સ્મરણને સથવારે પ્રતિદિન
પ્રયત્ન ન છૂટવો જરી

એક સમય આવશે નક્કી
સંકલ્પ થશે આપોઆપ ને કાયમી
ને સંકલ્પમય જ સહજ સ્થિતિ

ને વધતાં બનશે સમય વળી
ન સંકલ્પ ભાન ધ્યાન ન પ્રયત્ન વૃત્તિ
જ્યાં દિનરાત સ્વયંભૂ સમર્પિત

અવસ્થાઓ ને અવસ્થાઓ પછી
નિશ્ચય એ જ ને એ જ નિયત ભણી
દ્રઢ થતી પરિણમતી સુદ્રઢ ગતિ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Clarkia unguiculata

Farewell to spring, Godetia

Significance: Glad Remembrance

In activity and in silence, in taking and in giving, always the glad remembrance of Thee. 

Tuesday, 21 July 2020

હવે એ પૌરાણિક થયો માર્ગ...


પ્રયત્નની જરૂર જ નથી મનમગજમાં 
દોડાદોડ મથામણ જવાબ શોધવામાં!

“આ હશે કે તે?” ને સાચાં ખોટામાં
કે યોગ્ય ઉકેલ મળશે કંઈ કળમાં?

કયાં માનસિક બૌદ્ધિક ભાગાભાગમાં?
હવે એ પૌરાણિક થયો માર્ગ અમલમાં

ફક્ત એકવાર ઊતરી જો એકાગ્રતામાં
જ્યોતિર્મય પુંજો વસે અસ્તિત્વ પહોંચમાં 

ઊંડે છાતી વચાળે સ્વયંનાં ભૂગર્ભમાં
ક્યાં તો મસ્તિષ્ક મધ્યે બહાર ઉર્ધ્વેમાં 

મૂકી જો દર પ્રશ્ર્ન ને હિસાબ જે વપરાશમાં
સઘળું જે ચાલ્યું આવતું આજ સુધીમાં

ને પછી અત્યંત શાંતિમાં ઉતરી રહે સ્થિરતામાં
ને ઉતરશે ચમકારો દેશે અચાનક પ્રત્યુત્તરમાં

સ્ફુરણા વિકસાવવી ને ઉત્તર દેતી સહજમાં
એ સામર્થ્ય એ વિદ્યાશાખા વિકસવી જીવનમાં

જીવન બની રહ્યું છે અઘટિત ને અજાણ્યાંમાં
ન જવાબ મળે વિજ્ઞાન જ્ઞાન કે તત્વજ્ઞાનમાં

પણ હલ જરૂર પડ્યાં છે ક્યાંક સમસ્તમાં
બુદ્ધિ-મનપ્રદેશની બહાર પણ માંહ્યલાની પહોંચમાં

કેળવ હવે નીરવતા ને શોધ ખુલ્લાપણાંમાં
સરળ જીવનની નાડ ને કૂંચી બ્રહ્માંડને આપવા દે સંધાનમાં...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Canna Xgeneralis

Canna lily

Significance: Intuitive Mind Centre

The activity of correct perception.