Tuesday, 21 July 2020

હવે એ પૌરાણિક થયો માર્ગ...


પ્રયત્નની જરૂર જ નથી મનમગજમાં 
દોડાદોડ મથામણ જવાબ શોધવામાં!

“આ હશે કે તે?” ને સાચાં ખોટામાં
કે યોગ્ય ઉકેલ મળશે કંઈ કળમાં?

કયાં માનસિક બૌદ્ધિક ભાગાભાગમાં?
હવે એ પૌરાણિક થયો માર્ગ અમલમાં

ફક્ત એકવાર ઊતરી જો એકાગ્રતામાં
જ્યોતિર્મય પુંજો વસે અસ્તિત્વ પહોંચમાં 

ઊંડે છાતી વચાળે સ્વયંનાં ભૂગર્ભમાં
ક્યાં તો મસ્તિષ્ક મધ્યે બહાર ઉર્ધ્વેમાં 

મૂકી જો દર પ્રશ્ર્ન ને હિસાબ જે વપરાશમાં
સઘળું જે ચાલ્યું આવતું આજ સુધીમાં

ને પછી અત્યંત શાંતિમાં ઉતરી રહે સ્થિરતામાં
ને ઉતરશે ચમકારો દેશે અચાનક પ્રત્યુત્તરમાં

સ્ફુરણા વિકસાવવી ને ઉત્તર દેતી સહજમાં
એ સામર્થ્ય એ વિદ્યાશાખા વિકસવી જીવનમાં

જીવન બની રહ્યું છે અઘટિત ને અજાણ્યાંમાં
ન જવાબ મળે વિજ્ઞાન જ્ઞાન કે તત્વજ્ઞાનમાં

પણ હલ જરૂર પડ્યાં છે ક્યાંક સમસ્તમાં
બુદ્ધિ-મનપ્રદેશની બહાર પણ માંહ્યલાની પહોંચમાં

કેળવ હવે નીરવતા ને શોધ ખુલ્લાપણાંમાં
સરળ જીવનની નાડ ને કૂંચી બ્રહ્માંડને આપવા દે સંધાનમાં...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Canna Xgeneralis

Canna lily

Significance: Intuitive Mind Centre

The activity of correct perception.


No comments:

Post a Comment