ડર નહીં! જો છુપાયેલ રહ્યું હોત ઊંડે
ન જણાયું હોત વિઘ્નકર્તા ક્યારેય
ન મેળવાયો હોત ઈલાજ યોગ્ય રીતે
માન, જે થયું તે ને સારા જ માટે ...
અઘરી હકીકતો અણધારી ઊઘડે
કંઈ ન હતું એમાંથી ઊભરી નીકળે
અસ્વસ્થ થવાય ઘડીક ને સમય લાગે
પણ જાણ કે આ રહ્યું હતું ક્યાંક ધરબાઈને ...
અંદર ઘર કરી બેઠું જરૂર કનડે
જો નિર્મૂળ ન થાય તો ઈલાજ કેમ કરીને?
માટે જ આવ્યું સપાટી પર જણાવવા કાજે
ખરો વિઘ્ન આ કારણથી, જરૂર અહીં વધારે ...
એટલે જ બાહ્યનાં બાહ્ય પૂરતાં અધૂરપે
ને ઈલાજો મેળવાતાં ફક્ત હંગામી ધોરણે
ને એટલે જ વળી પાછાં આવતાં સમયાંતરે
ને મનુષ્ય એના એ ચક્કરમાં વારે વારે ...
વિઘ્ન દેખાય તો ઘડીક થંભીને ચકાસજે
ભીતરની નામંજૂરી કે સંસાધનોની ક્ષતિ? શોધજે
નગમતું પણ આવવા દેજે ને અર્પણમાં પધરાવજે
માર્ગ ખુલશે ને સાથે ક્ષતિ પણ હંમેશ માટે વિરામ પામશે.
પ્રભો...
જૂલાઈ ૨૦૨૦
Flower Name: Calotropis gigantea
Mudar, Bowstring hemp, Crown plant
Significance: Courage
Bold, it faces all dangers.
No comments:
Post a Comment