દિવ્યસ્ફુરણો છે ભાવિ સમયની માંગ
સ્થૂળ સુક્ષ્મનો એ માધ્યમે જડવો ઈલાજ
એ જ થકી ઉતારી લાવવાં સત્ સાર
સાતત્યભર્યું નાવીન્ય સ્ફુરણાથી સાક્ષાત
ભાવિનાં પડકારો માંગશે નવ ઉપચાર
અતીતનાં અનુભવોમાં ન મળે એ જવાબ
કે નથી બુદ્ધિની ક્ષમતામાં બેઠાં તૈયાર
કે શારીરિક રચના જે ઉગવશે નવો ફાલ
સ્વયંભૂ આંતરસ્ફુરણો સહસા તત્કાલ
ગોઠવતાં હાજરાહજૂર અમલ સમજ જ્ઞાન
બધું જ આવી મળતું ને તરતમાં પાલનકાર્ય
કોષો પણ આદેશગ્રસ્ત ન કૌશલ્ય મોહતાજ
કેળવ મનુષ્ય! ન બન નિર્ભર મનમતિપ્રાણ
સંસાધનો એ. નથી મૂળ સ્ત્રોત કે સ્થાન.
દિવ્ય સાક્ષાત્કારો નથી એક સમયનું કામ
એ તો ઊતરતાં રહેવાં સતત ઘડી ઘડી સહજ સાવ...
પ્રભો...
જૂલાઈ ૨૦૨૦
Flower Name: Citharexylum
Fiddle-wood, Zitherwood
Rainbow pink
Significance: Spiritual Ascension
Fearless, regular, uninterrupted.
No comments:
Post a Comment