ન લેવું કોઈનું નથી કંઈ કોઈને આપવું
પ્રાણતત્વની લેવડદેવડનું નથી અહીં કંઈ ચાલતું
અમંજૂર! દ્રવ્ય, ભાવ, સંબંધ કે શમણું
વહેંચણી, આવાજાહી કે વ્યવહાર! બને હવે દેવુ
સદંતર નિયમન પરમ મા-શ્રી પરમ તણું
જે કંઈ આપવું આવવું જવું રહેવું ઘણું જે કંઈ ગણું
સર્વકંઈ એહનાં દિવ્યચરણથી ઉતરતું
ને એક એક નાનું મોટું સ્થૂળ સુક્ષ્મ પ્રસાદ ભાણું
ન ખપે ન ટકે જો અરસપરસથી આવ્યું
ભીતરે ન ખુલે ન ઘુસે, બારણે છે દિવ્યનું આગળુ
નહીં જાય કોઈનેય અપાત્ર કે અપચો જણતું
ફક્ત વહે અહીંથી સમત્વ કરુણા કૃતજ્ઞતાનું વહેણું
સર્વેનું થજો હજો મંગળ શુભ નિરામય ભલુ
પરમ મા-શ્રી પરમનું વિશ્વ આ અહીં ઉત્કર્ષ ઉત્સવ રૂડું
પ્રભો...
જૂલાઈ ૨૦૨૦
Flower Name: Lagerstroemia indica
Crape myrtle, Crepe flower
Significance: Intimacy with the Divine
Complete surrender to the Divine and total receptivity to His influence are the conditions for this intimacy.
No comments:
Post a Comment