ન કાવ્ય ન ગદ્ય લખાણ
અછાંદસ પણ લય પ્રાસ
મા, જો ને! આ કેવો ચાલે નિત્યપ્રવાસ...
ન સામાન્ય ન વિશેષ ભાર
નવીન છતાં અમલમાં સાર
મા, જો ને! આ કેવાં રૂપનો નિત્યપ્રવાસ...
અવતરતાં જાણે શ્વાસપ્રાણ
શ્વસનમાં ભળે ને બદલે શ્વાસ
મા, જો ને! આ કેવો બળપુષ્ટ નિત્યપ્રવાસ...
‘હું’(?) તો બસ! આમ જ સાવ!
ને ઉતરે દ્વારે આ વહેતો તાર
મા, જો ને! આ કેવો કમાલ નિત્યપ્રવાસ...
ન સાક્ષી ન આધાર ધ્યાન ભાન
કશુંક રુડું સમાયેલું! તવ ઐક્ય પ્રગાઢ
મા, જો ને! આ કેવાં બહાને નિત્યપ્રવાસ...
પ્રભો...પ્રભો...
જૂલાઈ ૨૦૨૦
Flower Name: Wisteria sinensis
Chinese wisteria
Significance: Poetic Ecstasy
Rare and charming is your presence.
No comments:
Post a Comment