ડરની પોતાની અલગ કાર્યસૂચિ
ડરાવથી અટકાવે જરૂરી પ્રગતિ
વ્યવસ્થામાં એ એકવાર પ્રવેશી
સંપૂર્ણ આધિપત્યની તાલાવેલી
પગલે પગલે જતાવે વિચાર વૃત્તિ
રોકે વિરોધે અવરોધે થકી ભયભીતી
કંઈકનું કંઈક શોધી ભરે મન મતિ
નબળાંને લપેટી ભોગવે અનુમતિ
એકવારની સંમતિ સામ્રાજ્ય જડતી
અસ્તિત્વમાં પેંસાર માટે પૂરતી
દર વિકાસની તક બનતી પ્રવૃત્તિ
પલટવા વિકાસવિરુદ્ધની સ્થિતિ
ડરની સમજ જ ડર ફગાવતી કૂંચી
અંદર અંદર ભીતરે પણ ઉપસ્થિતિ
ફક્ત જાગ્રત આત્માની સ્વયંભૂ શાંતિ
જન્માવે ડરને ઓગાળતી વાતાવરણ શુદ્ધિ...
પ્રભો...
જુલાઈ ૨૦૨૦
Flower Name: Solanum melongena
Egg-plant, Aubergine, Brinjal, Jew's apple
Significance: Fearlessness in the Vital
Goes straight to its goal and fears no inclemency.
No comments:
Post a Comment