Sunday, 5 July 2020

સકળની અકળ ગડ...



સકળ પરમની કળ અનર્ગળ
ને છતાંય માનવ મથે દરબદર

પામ્યો સકળની અકળ ગડ
જાણે સર્વે ને સર્વેમાં યોગ્ય તક

ન ઝંઝાવાત ન નિષ્ક્રિય સંઘર્ષ 
ન ખુશહાલ ન છલોછલ અહંવત્

સકળ જ સકળને પૂર્ણ પૂરક
સમાંતરે ને સંતુલિત, અંતહે અંશધર

થકી જીવ નિર્જીવ સુક્ષ્મ સ્થૂળ તરલ
સર્વેમાં ભારોભાર ફળદ્રુપ શ્વસન

ચેતનાસ્તરોનો અંગીકાર ઉત્તર
ને પછી સમગ્ર સ્વ ચેતન ચૈત્ય ચૈતન્ય સભર

પ્રભો...

જુલાઈ ૨૦૨૦


Flower Name: Acanthus ilicifolius

Sea holly

Significance: The Guardian

Vigilant and thorny, it knows how to protect what it guards.

No comments:

Post a Comment