કૃપા ને કૃતજ્ઞતા જ કેન્દ્રસ્થાન
આરંભ ને અંતમાં એ જ ધ્યાન
વિચાર વાણી વર્તન વ્યવહાર
સમુચ્ચય એ પરિઘમાં આસપાસ...
હકીકતે સર્વકંઈ અશક્ય સમાન
કૃપાકરુણા જ સમસ્તનું સુકાન
વળતી કૃતજ્ઞતાથી જ તંતુજોડાણ
તથાસ્તુ ને ગ્રસતો પક્વ ગ્રાહ્ય...
બેધારી સંતુલનમાં આદાનપ્રદાન
પરમસંકલ્પનું જ એ પણ પ્રાવાધાન
કૃપાયોગ્યતા ને કૃતજ્ઞતા ભાવ
સંપૂર્ણપણે કૃપાનું જ પ્રમાણ...
ન ફક્ત સ્મરણમનનમાં જ સાથ
પણ અમલ, કર્તાભાર ને પરિણામ
સઘળાંનો ઉદ્-ભવ ને ફેલાવ
કૃપાકૃતજ્ઞતા જ સંચાલક શ્રેયપાત્ર.
પ્રભો...
જૂલાઈ ૨૦૨૦
Flower Name: Ipomoea carnea
Significance: Gratitude
It is you who open all the closed doors and allow the saving Grace to enter.
No comments:
Post a Comment