મનમતિ: વિશ્ર્લેષક ને સમીકરણોમાં શાનદાર
અતીતનાં ખુણેખાંચરેથી ખોળતાં તાર તાર
ઘડતાં ભોંયતળિયેથી ને સંદર્ભોનાં ગુલામ
પ્રાણ: પ્રભાવિત હંમેશ ને દેખાદેખીમાં નિષ્ણાત
ભોગ નહીં તો ત્યાગમાં તાણી જાય વાત
જતાવવામાં મગ્ન ને એ પ્રતિ ન અંત કે બાધ
તન: મહદ્ અંશે ઉપેક્ષિત ને ન પૂર્ણ સભાન
ખુદની જ ક્ષમતાથી અજાણ ને બેધ્યાન
મનમતિપ્રાણની દોરવણીમાં અચેત શિકાર
આત્મા: સંચાલક ને પૃષ્ઠભૂ બિરાજમાન
તેજોમય ને દિવ્યસકળનો દેહી આગેવાન
પરમતુલ્ય પરમપરંપરાનો પ્રમુખ પ્રધાન
પ્રભો...
જુલાઈ ૨૦૨૦
Flower Name: Plumbago indica
Significance: Organisation of the Being around the Psychic
The first stage of transformation.
No comments:
Post a Comment