Tuesday, 7 July 2020

સ્પર્શ માત્ર!



અતિમનસનું અવતરણ સાક્ષાત
સઘળું પલટે જ્યાં જ્યાં અવકાશ
ને વિકાસ પરત્વે જરૂરી મોકળાશ

અંધકાર અવરોધ પણ ન બાકાત
વૃદ્ધિમાં ને ભલે ને હોય ડિબાંગ
સરળતાથી પલટે એ જ રાજકાજ

અવરોધ ન કોઈનો મૂળ સ્વભાવ
ફક્ત પ્રવાહો જે વર્તે ભૂમિકાભાગ
આદર્યો વિકાસ તો ગાયબ તમામ

અતિમનસ ચેતનાનો અંગિકાર
જતાવે સમજાવે પરિવર્તે સર્વાંગ
જીવજાત, વાતાવરણ ને આસપાસ

સ્પર્શ માત્ર! ને જાણે કે સ્વ તો સ્વરૂપ દિવ્યાંશ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Zinnia elegans

Common zinnia, Youth-and-old-age

Significance: Supramentalised Endurance

The attitude is such that difficulties lose their power to harass.


No comments:

Post a Comment