આ તો પ્રભુ પરમનો ક્યારો
સીંચવે ને સીંચવાતો જન્મારો
ભર્યો ખોળે ફળદ્રુપ ન્યારો
નર્યાં પુષ્પધારી મઘમઘ ઉદ્યાનો
આ જણ જીવે પરમપ્રીત મધુવૃંદો
ને માણે એહને ખોળે વિસામો
પરિઘવાડ એહની ને એહનાં ખાતરો
એહનું જળદાન ને એહની કુંપળો
હતું ક્યાં જણનું કે માંડે દાવો?
લખ્યો ને ઘડ્યો આ એહનો ભવ વારો
રહી રહીને શાણે ઉતાર્યો એ ચમકારો
વંદન કરી રહે કોણ? શાને અહીંથી? ન ખપે એટલોયે જુદારો...
પ્રભો...
જૂલાઈ ૨૦૨૦
Flower Name: Aegle marmelos
Bael tree, Bengal quince
Significance: Devotional attitude
Modest and self-effacing, it yields remarkable fruit.
No comments:
Post a Comment