Tuesday, 14 October 2014

હે લીલાધર...

હે લીલાધર, કેવી તારી લીલા છે?
ભ્રમ-સત્યની કુદાકૂદમાં કેવો માણસ વિખરાય છે?

સંતાકૂકડી પકડાપકડીમાં છૂપાતો શોધાય છે,
સાચાં-જૂઠાં વારાંમાં, જાતથી જ પાછો સંતાય છે.

ક્ષણ, સંજોગની છાયામાં ભાગતો-નાસતો દેખાય છે,
પોતીકુ હોડમાં મુકી જાતથી જ પાછો પસ્તાય છે.

જાત-અંશો; છૂટા પડે પછી જ સત્ય સમજાય છે,
ત્યજેલાં એ ભેગાં કરતાં જાત જ પાછી ખર્ચાય છે.

ક્યાંક બીજે ચોંટેલાં તો ક્યાંક ડાઘીલાં વરતાય છે,
ચૂંટીને વીણવાંમાં પાછાં જાતને જ ભોંકાય છે.

છોડી જ દેવાં! શું એ નીકળી ગયેલાંનું કામ છે?
તોયે, ભૂતકાળ બની પાછાં જાતમાં જ ડંખાય છે.

જે ગયું એ લીલાની લીલા! શ્રેષ્ઠ જ મોરલીસમાધાન છે.
અંતે તો, આ જાત સિવાય ક્યાંથી માણસથી જીવાય છે?

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૪, ૨૦૧૪
 

Monday, 13 October 2014

Not suffice...


Not suffice to be liberated,
Sure, of a progressive sign, but
Remains all outer still the same!

Liberation still just of mind,
Solitude with closed eye, but
In life work, finds one still, former shade…

Liberation comes with constant
Solid awareness of, in and around,
Known limits and bound, Mastery over self…

Liberation in real, means ‘Morli’
Person and inherent elements,
Both sides independent in true sense …

-         Morli Pandya
October 13, 2014

Sunday, 12 October 2014

આ સૃષ્ટિમાં વૃદ્ધિ!

પ્રભુ, ખરી અદભૂત આ સૃષ્ટિમાં વૃદ્ધિ!
નિસર્ગ! સજીવ! નિર્જીવ! ભિન્ન રૂપો મઢી

ઢેરઢેર દેન, કુદરત કરામત ભરી
જડ-જીવ-જંતુ-જાતમાં સરીખું વહેંચી

સજીવ ભેદ, મહદંશ સ્ત્રી-પુરુષ સજી!
ટકવાં-વધવાંને પ્રજનન ક્ષમતાં મૂકી

નિર્જીવ માટે, ઊત્પાદક સર્જન શક્તિ!
શોધક મનુષ્યજાતને બુદ્ધિ તીવ્રતા બક્ષી

ગમે એટલો ઊંચો એને કુદકો જ રાખી
મતિ મનુષ્યને, એક હદ સુધી જ આપી

અકળ સંતુલનમાં સંચાલિત આ ચક્રગતિ!
ગજબ ચાલે અવિરત મોરલી’, સોહામણી સૃષ્ટિ!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૨, ૨૦૧૪

  

Saturday, 11 October 2014

Spirituality...

Spirituality is not an idea,
Rather, Truth of being where truths form infinite revealing
Through light, knowledge, power, peace…

Spirituality is not to renounce life,
Rather, to perfect life with all duties, responsibilities
Realising ‘Self’ by uniting with Divine…

Spirituality is not to cultivate spiritual ego,
Rather, to be Human, humble, alert, awake
In state of, aspirer with descend experiences…

Spirituality is not to be God,
Rather, to be grounded, mirrored by inner lord,
In constant direction, surrender and presence …

Spirituality is not religion or confined to any thought process
Rather, soul attitude, refined through action and life process…

-Morli Pandya
October 11, 2014
 
\

Friday, 10 October 2014

ખરવાં દો એ શબ્દો...

ખરવાં દો શબ્દો, વણબોલાયેલાં જવા દો જરી
અક્ષર અક્ષર શરીરમાં એમ જ, સમેટાવાં દો જરી

ઘણું બોલવાંનું  ને કહેવાંનું, વળતું બાકી છે હજી!
નિષ્કીય રાખી એને એમ જ, વેરાવાં દો જરી

સણસણતાં જવાબો હિસાબનાં, રહ્યાં બાકી છે હજી!
નપુસંક બનાવી એને એમ જ, સૂકાવાં દો જરી

વર્ષોથી અંદર ધરબાયાં, ઘૂંટાઈ રહ્યાં છે હજી!
જ્ઞાન-શાતામાં ઠારી એને એમ જ, ભૂંસાવાં દો જરી

અંદર, અરસપરસ ઉગ્ર બની ઊભરાય ઘણું છે હજી!
છોડી પ્રહાર, એ ફરતાં ચક્કરને, તૂટવાં દો જરી

પુરાવો એનો વાતાવરણમાં, મૂકો એ કરતાં, હજી
ચૂપચાપ જીગરમાં ઢાંકીને જીરવાઈ જવા દો જરી

અંતે મોરલી’, પ્રભુઅર્પણમાં મુદ્દો ઓગળી જવા દો, બનો ઋણી
ને વાકશુધ્ધિમાં દિવ્યશક્તિની શરૂઆત થઈ જવા દો કૃપા થકી


- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૦, ૨૦૧૪


Thursday, 9 October 2014

Who is this?

 Who is this meticulous Creator?
Earth, Universe, Cosmos Producer!

Who is this intricate craft Reservoir?
Boson, Element, Matter Originator! 

Who is this constant Survivor?
Breathe, Sense, Death Manufacturer!

Who is this marvelous Lover?
Taste, Scenery, Beauty Inventor!

Who is this untiring Instructor?
Instinct, Insight, Intuitive Forever!

Who is this compassionate Spectator?
Destruct, Delight, Dutiful Beholder!

Who is this infinite Possessor?
Cyclical, Spiritual, Ever-alive Successor!

‘Morli’ bows to the ‘Who’…the ‘Thee’!
The mysterious Puzzler!

-          Morli Pandya
October 9, 2014


Wednesday, 8 October 2014

ઈચ્છો એ રંગે રૂપે...


પ્રભુને ઈચ્છો  રંગે રૂપે મળે.
,વહન વલણનું માધ્યમ બને,
જે તે પસંદગી, હંમેશાં નિમિત્ત બને

જેવો જેનો જીવન અભિગમ,
અંતઃસ્થ પચેને બાહ્યજીવનમાં ભળે.
એ જ મનુષ્યને હંમેશાં ધરવાને મળે

શ્રદ્ધાળું શ્રદ્ધાને ટેકે, પ્રભુપંથે દોડે
જ્ઞાની જ્ઞાન પચાવી પ્રભુલીલા સમજે
કર્મશીલનાં વિવિધ કર્મો, પ્રભુરાહ માપે

 જ મહાવરો સર્વે સંજોગમાં
ધગશ, બળ અડગઆપે.
જે લક્ષ બની, રસ્તો હંમેશાં કરતો રાખે

ઈચ્છો  વેષે, પ્રકારે મોરલી
એ જ પરિપેક્ષમાં માણસને,
પરમ સામીપ્ય પ્રભુનું, હંમેશાં મળે

મોરલી પંડ્યા
ઓક્ટોબર ૮૨૦૧૪


Tuesday, 7 October 2014

When surrender...

When surrender becomes power
One’s unbound, not a reactive stupor…

Be king of own kingdom
One’s above, no way instigate eager…

Free of response world
One’s upward consentee, only onlooker…

Befriended Lord, guide lover
One’s loyal ‘Morli’, never lets a loser…

-         Morli Pandya
October 7, 1014


Monday, 6 October 2014

આ વિશ્વ એટલે...


આ વિશ્વ એટલે અવિરત પ્રવૃત સૃષ્ટિ!
એક એક ક્ષણમાં અસંખ્ય સજીવદીઠ પ્રવૃત્તિ

સ્થળે સ્થળે વિશેષ ઋતુ ને હવાની ગતિ!
પશુ-પંખી-ઝાડ-પાન અનુકૂલ-અનુરૂપ-અનુલક્ષી

ક્યાંક કોઈ માણે દિન તો ક્યાંક રાત્રિ!
દેશે દેશ ભિન્ન માનસ, સંસ્કૃતિ ને પ્રકૃતિ

પ્રત્યેક ભાષા ને શબ્દકોષમાં જેટલી ક્રિયાપદોની સુચી,
એટલી એટલી ક્રિયાઓ હશે ક્યાંક ને ક્યાંક જરૂરથી ઘટતી!

આ બધાંમાં અદ્રશ્ય જગત ક્યાં ભૂલવું વળી!
અસંખ્ય વિશ્વો-બ્રહ્માંડો હશે હજું કદાચ, હાથવગાં થયાં નથી

આ પૃથ્વી, કેવી રચી તેં ઓ પ્રભુ! હ્રદયથી?
મોરલી અહોભાવમાં ઝૂકે આ સૃષ્ટિચક્રની ગોઠવણથી

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૬, ૨૦૧૪

Sunday, 5 October 2014

Awareness...Peace...Truth...Power...

Awareness of consciousness,
Awareness of reality,
Awareness of present,
When all these ends meet…

Peace in its form,
Peace as feel,
Peace in action,
When all these threads meet…

Truth comes in cognition,
Truth of life,
Truth in manifestation,
When all these strings meet…

Power in descend,
Power in sense,
Power in execution,
When all these wires meet…

‘Morli’, The being then ready
When all these ways Grace,
Comes to a single point,
Interlink and unity established…


-         Morli Pandya
October 5, 2014

Saturday, 4 October 2014

When heart gets wings…

Man surprises when mind liberates But true freedom starts living  When heart gets wings…  Man finds self Indifferent  To arrange, organize, plan, strategize When heart gets wings…  Man finds self inattentive To accommodate, adjust, compromise  When heart gets wings…  Man finds self untouched To ask, argue, demand, rationalize  When heart gets wings…  Man finds self unlinked  To grudge, hate, repent, criticize,  When heart gets wings…  Man finds self independent To depend, rely, expect, escape When heart gets wings…  Indeed ‘Morli’ true freedom starts   When heart gets wings…  - Morli Pandya October 2, 2014
Man surprises when mind liberates
But true freedom starts living
When heart gets wings…

Man finds self Indifferent
To arrange, organize, plan, strategize
When heart gets wings…

Man finds self unaffected
To accommodate, adjust, compromise
When heart gets wings…

Man finds self untouched
To ask, argue, demand, rationalize
When heart gets wings…

Man finds self unlinked
To grudge, hate, repent, criticize,
When heart gets wings…

Man finds self independent
To depend, rely, expect, escape
When heart gets wings…

Indeed ‘Morli’ true freedom starts 
Only when heart gets wings…

Morli Pandya

October 4, 2014



Friday, 3 October 2014

અભિપ્સા...

અંતરનાદમાં છુપાયેલ અભિપ્સાનું મૂળ,
નિઃશબ્દ પ્રાર્થનામાં અશ્રુ બહુમૂલ્ય
પોકાર હ્રદય ઊંડેનો પહોંચે અચૂક,
સાચાં પ્રસ્તાવમાં ના હોય કોઈ ચૂક...

અદમ્ય ભાવ , આત્માનો સુર,
પ્રભુ ચરણે ધરાય અભિપ્સા કુસુમ...
પ્રભુ બિરદાવે એ આત્માની ભૂખ,
સાધક બને ચાતક, કૃપા-વર્ષા આતુર...

ક્ષમતા, દૂરદ્રષ્ટિ, આચરણ મૂળભૂત,
સમન્વય ચોકોર તો પરિણામ ફળદ્રુપ
લક્ષ્ય ઈચ્છિત સાથે રોપાય પ્રભુગુણ,
સૃષ્ટિ-દ્રષ્ટા સાચવે જ્યાં સાધક ઉત્સુક

જ્યાં જુઓમોરલી આવી, વૃત્તિ-પ્રકૃતિ અનુકૂળ,
માનજો આસપાસ ને અંદર, છે દિવ્યહાજરી પરિપૂર્ણ.

- મોરલી પંડ્યા

ઓક્ટોબર , ૨૦૧૪

Thursday, 2 October 2014

By not expecting...

 By not expecting anything in return
One grows in universal current…

By being empathetic, sincere, meticulous
One gets rare universal recognition…

By giving all, without any calculation
One earns true universal attention…

By letting that ‘earn’ be there,
One proves for universal appreciation…

By leaving that benefit of nod or no
One deserves universal admiration…

By sustaining united self ‘Morli’, one
Owns universal and divine adoration …

-         Morli Pandya
October 2, 2014


Wednesday, 1 October 2014

નમે ‘મોરલી’! બાપુ, તમને....


બાપુએ પણ પ્રભુને અંતરમાં ધર્યાં હશે!
એટલે જ, રંગભેદની પછડાટના અન્યાયથી, ઢંઢોળાયાં હશે!

સત્ય-અહિંસાના માર્ગે હ્રદયથી પ્રેરાયાં હશે!
એટલે જ, દેશપ્રેમ-સમાનતા માટે ખાદી-ધોતીમાં શોભાવ્યાં હશે!

સર્વહિત સદાચાર સમભાવ આચરણમાં મૂક્યાં હશે!
એટલે જ, જગપ્રસિધ્ધ સ્વરાજ-ઝુંબેશમાં દેશવાસીઓ જોડાયાં હશે!

ઊપવાસ આરોગીને પ્રતિજ્ઞામાં સ્થિર ચાલ્યાં હશે!
એટલે જ, સચોટ-નિડર વાણી-વર્તન સામે અંગ્રેજો હાર્યાં હશે!

મક્કમ નિર્ધાર ને અડગ સંયમમાં પ્રભુ-સંમતિ પામ્યાં હશે!
પ્રભુએ જ મોરલી’! બાપુને ચેતનાકિરણોથી નવાજ્યાં હશે!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર , ૨૦૧૪