હે લીલાધર, આ કેવી તારી લીલા છે?
ભ્રમ-સત્યની કુદાકૂદમાં કેવો માણસ વિખરાય છે?
સંતાકૂકડી પકડાપકડીમાં છૂપાતો શોધાય છે,
સાચાં-જૂઠાં વારાંમાં, જાતથી જ પાછો સંતાય છે.
ક્ષણ, સંજોગની છાયામાં ભાગતો-નાસતો
દેખાય છે,
પોતીકુ હોડમાં મુકી જાતથી જ પાછો પસ્તાય છે.
જાત-અંશો; છૂટા પડે પછી જ સત્ય સમજાય છે,
ત્યજેલાં એ ભેગાં કરતાં જાત જ પાછી ખર્ચાય છે.
ક્યાંક બીજે ચોંટેલાં તો ક્યાંક ડાઘીલાં વરતાય
છે,
ચૂંટીને વીણવાંમાં પાછાં જાતને જ ભોંકાય છે.
છોડી જ દેવાં! શું એ નીકળી ગયેલાંનું કામ છે?
તોયે, ભૂતકાળ બની પાછાં જાતમાં જ ડંખાય છે.
જે ગયું એ લીલાની લીલા! શ્રેષ્ઠ જ ‘મોરલી’ સમાધાન છે.
અંતે તો, આ જાત સિવાય ક્યાંથી માણસથી જીવાય છે?
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૪, ૨૦૧૪
|
No comments:
Post a Comment