Wednesday, 1 October 2014

નમે ‘મોરલી’! બાપુ, તમને....


બાપુએ પણ પ્રભુને અંતરમાં ધર્યાં હશે!
એટલે જ, રંગભેદની પછડાટના અન્યાયથી, ઢંઢોળાયાં હશે!

સત્ય-અહિંસાના માર્ગે હ્રદયથી પ્રેરાયાં હશે!
એટલે જ, દેશપ્રેમ-સમાનતા માટે ખાદી-ધોતીમાં શોભાવ્યાં હશે!

સર્વહિત સદાચાર સમભાવ આચરણમાં મૂક્યાં હશે!
એટલે જ, જગપ્રસિધ્ધ સ્વરાજ-ઝુંબેશમાં દેશવાસીઓ જોડાયાં હશે!

ઊપવાસ આરોગીને પ્રતિજ્ઞામાં સ્થિર ચાલ્યાં હશે!
એટલે જ, સચોટ-નિડર વાણી-વર્તન સામે અંગ્રેજો હાર્યાં હશે!

મક્કમ નિર્ધાર ને અડગ સંયમમાં પ્રભુ-સંમતિ પામ્યાં હશે!
પ્રભુએ જ મોરલી’! બાપુને ચેતનાકિરણોથી નવાજ્યાં હશે!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર , ૨૦૧૪


No comments:

Post a Comment