Sunday, 12 October 2014

આ સૃષ્ટિમાં વૃદ્ધિ!

પ્રભુ, ખરી અદભૂત આ સૃષ્ટિમાં વૃદ્ધિ!
નિસર્ગ! સજીવ! નિર્જીવ! ભિન્ન રૂપો મઢી

ઢેરઢેર દેન, કુદરત કરામત ભરી
જડ-જીવ-જંતુ-જાતમાં સરીખું વહેંચી

સજીવ ભેદ, મહદંશ સ્ત્રી-પુરુષ સજી!
ટકવાં-વધવાંને પ્રજનન ક્ષમતાં મૂકી

નિર્જીવ માટે, ઊત્પાદક સર્જન શક્તિ!
શોધક મનુષ્યજાતને બુદ્ધિ તીવ્રતા બક્ષી

ગમે એટલો ઊંચો એને કુદકો જ રાખી
મતિ મનુષ્યને, એક હદ સુધી જ આપી

અકળ સંતુલનમાં સંચાલિત આ ચક્રગતિ!
ગજબ ચાલે અવિરત મોરલી’, સોહામણી સૃષ્ટિ!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૨, ૨૦૧૪

  

No comments:

Post a Comment