Sunday, 26 October 2014

મૂંઝવણ કેમ?

નાની નાની વાતોમાં મૂંઝવણ કેમ?
જ્યાં મજબૂત આત્માબળ મૂળેથી ઠેઠ!

સંભાવનાની અવરજવર ભલે રહે શેષ!
જ્યાં અંદરનો અવાજ સ્પષ્ટ નિર્ભેળ!

સૂચનો-વિધાનો મળશે ઠેરઠેર,
જ્યાં માંહ્યલો દ્રઢ, એ જ સંકેત!

દબાવ-પ્રભાવ લાદશે અનેક,
જ્યાં અસ્તિત્વનો નિર્ધાર, એ જ સર્વશ્રેષ્ઠ!

ડગાવશે ક્યાંક, ક્યારેક મનનો મેલ!
જ્યાં ખંખેરી ઊઠે, પકડી મક્કમ નેમ!

સંસાર સાગર વચ્ચે અડીખમ, હેમખેમ!
જ્યાં આવતું-જતું બધું જ પ્રભુ વહેણ!

કશું ન સ્પર્શે મોરલીઓતપ્રોત એક!
જ્યાં પ્રભુશરણે અન્યોન્ય એ જ ઉત્તમ, વિશેષ!

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨, ૨૦૧૪

No comments:

Post a Comment