ક્ષણે
ક્ષણ ટંકાય હિસાબમાં
થયું-ન
થયું બધું જગ-સ્મૃતિમાં
લખાતું
એ સતત રોજમેળમાં
જમા-ઉધાર
બધું પડે નામુમાં
વ્યક્તિ
છો; અવગણે, વિસ્મૃતિમાં
દરેક
પદ નોંધાય ક્રિયાપદમાં
પરિણામ
તોલાય પ્રવાસમાં
ફેરબદલ
લાવે રોજનીશીમાં
તંતુ
જીવતો જે માંહ્યલાંમાં
અનુરૂપ; ખૂંચે કે ખીલે અંદરમાં
સંકેત
સ્પષ્ટ એ અંતર સૂચનમાં
ચોખ્ખો
વ્યવહાર ઊધરે શૂન્યમાં
જ્યાં
સુમેળ બંન્ને ચોપડાંમાં
જીવન ફૂલેફાલે સચ્ચાઈમાં
સ્વમાન, સન્માન
માણે ‘મોરલી’
સંગ, પામે પ્રભુ પ્રેમમાં…
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨૨, ૨૦૧૪
|
No comments:
Post a Comment