વ્યક્તિ શું જાણે પ્રભુ, એ આખેઆખી શું છે?
અત્યારે જીવાતી સાચીસાચી આ કોણ છે?
અંદર બહાર ઊપર નીચે સતત વધતી, શું છે?
અવિરત ઊંડાણ-વિસ્તારમાં પાકતી આ કોણ છે?
જીવતર, સંબંધ, શિક્ષણ સિવાયની શું છે?
મંતવ્ય વગરની છબીમાં સત્ય ભરેલી આ કોણ છે?
પળે પળે તદન નવીન, જૂની ભૂંસાતી શું છે?
બાહ્યસ્વરૂપ ભેદી, ઊગતી નવી આ કોણ છે?
અનાવરિત આત્માસ્થ પ્રભુ સાથ-સાધન શું છે?
નિતનિત પ્રભુકરણ, આનંદમય સમર્પિત આ કોણ છે?
છતાં જાણે જરૂર ‘મોરલી’; સમૃધ્ધ વૃદ્ધિમય મળવું એ શું છે…
આજન્મા અલભ્ય પ્રભુસાથીની ઓળખ ને વચન એ શું છે…
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨૧, ૨૦૧૪
|
No comments:
Post a Comment