અંતરનાદમાં છુપાયેલ અભિપ્સાનું
મૂળ,
નિઃશબ્દ પ્રાર્થનામાં
અશ્રુ બહુમૂલ્ય…
પોકાર હ્રદય ઊંડેનો
પહોંચે અચૂક,
સાચાં પ્રસ્તાવમાં
ના હોય કોઈ ચૂક...
અદમ્ય ભાવ આ, આત્માનો
સુર,
પ્રભુ ચરણે ધરાય અભિપ્સા
કુસુમ...
પ્રભુ બિરદાવે એ
આત્માની ભૂખ,
સાધક બને ચાતક, કૃપા-વર્ષા આતુર...
ક્ષમતા, દૂરદ્રષ્ટિ, આચરણ મૂળભૂત,
સમન્વય ચોકોર તો
પરિણામ ફળદ્રુપ…
લક્ષ્ય ઈચ્છિત સાથે
રોપાય પ્રભુગુણ,
સૃષ્ટિ-દ્રષ્ટા
સાચવે જ્યાં સાધક ઉત્સુક…
જ્યાં જુઓ‘મોરલી’ આવી, વૃત્તિ-પ્રકૃતિ
અનુકૂળ,
માનજો આસપાસ ને અંદર, છે દિવ્યહાજરી પરિપૂર્ણ.
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૪, ૨૦૧૪
No comments:
Post a Comment