જીવનોદ્દેશ પૂર્ણ થાજો! 
આ જીવ ફેરો સફળ થાજો… 
  
માવતર ઘડતર સુંવાળું દીધું,  
આ જીવતર ઉદ્દીપક થાજો… આ જીવ ફેરો… 
  
ઊંનું કુણું ઊરનું દોરાયું, 
આ ઊંડાણ આવર્તન પામજો… આ જીવ ફેરો… 
  
મનસાતીત ઊર્ધ્વ ઊડાયું, 
આ માનસ પ્રેરણાત્મક રાખજો… આ જીવ ફેરો… 
  
ભેદ્યું બ્રહ્મદ્વાર, અડાયું, 
આ શાંતિ ઊદ્ધારક વિસ્તરજો… આ જીવ ફેરો… 
  
હ્રદસ્થ જીવંત પ્રભુહાજરી! 
આ જ્યોત પ્રજ્વલિત મહેંકજો… આ જીવ ફેરો… 
  
આત્મ સમષ્ટિ સ્વરૂપ નમતું, 
આ આતમ સૂર રેલાજો… આ જીવ ફેરો… 
  
જીવન ઉદ્દેશ પૂર્ણ થાજો… 
‘મોરલી’ ફેરો સફળ થાજો… 
  
- મોરલી પંડ્યા  
ઓક્ટોબર ૨૮, ૨૦૧૪ 
 | 
No comments:
Post a Comment