Wednesday, 8 October 2014

ઈચ્છો એ રંગે રૂપે...


પ્રભુને ઈચ્છો  રંગે રૂપે મળે.
,વહન વલણનું માધ્યમ બને,
જે તે પસંદગી, હંમેશાં નિમિત્ત બને

જેવો જેનો જીવન અભિગમ,
અંતઃસ્થ પચેને બાહ્યજીવનમાં ભળે.
એ જ મનુષ્યને હંમેશાં ધરવાને મળે

શ્રદ્ધાળું શ્રદ્ધાને ટેકે, પ્રભુપંથે દોડે
જ્ઞાની જ્ઞાન પચાવી પ્રભુલીલા સમજે
કર્મશીલનાં વિવિધ કર્મો, પ્રભુરાહ માપે

 જ મહાવરો સર્વે સંજોગમાં
ધગશ, બળ અડગઆપે.
જે લક્ષ બની, રસ્તો હંમેશાં કરતો રાખે

ઈચ્છો  વેષે, પ્રકારે મોરલી
એ જ પરિપેક્ષમાં માણસને,
પરમ સામીપ્ય પ્રભુનું, હંમેશાં મળે

મોરલી પંડ્યા
ઓક્ટોબર ૮૨૦૧૪


No comments:

Post a Comment