આ વિશ્વ એટલે અવિરત પ્રવૃત સૃષ્ટિ!
એક એક ક્ષણમાં અસંખ્ય સજીવદીઠ પ્રવૃત્તિ…
સ્થળે સ્થળે વિશેષ ઋતુ ને હવાની ગતિ!
પશુ-પંખી-ઝાડ-પાન અનુકૂલ-અનુરૂપ-અનુલક્ષી…
ક્યાંક કોઈ માણે દિન તો ક્યાંક રાત્રિ!
દેશે દેશ ભિન્ન માનસ, સંસ્કૃતિ
ને પ્રકૃતિ…
પ્રત્યેક ભાષા ને શબ્દકોષમાં જેટલી ક્રિયાપદોની સુચી,
એટલી એટલી ક્રિયાઓ હશે ક્યાંક ને ક્યાંક જરૂરથી ઘટતી!
આ બધાંમાં અદ્રશ્ય જગત ક્યાં ભૂલવું વળી!
અસંખ્ય વિશ્વો-બ્રહ્માંડો હશે હજું કદાચ, હાથવગાં
થયાં નથી…
આ પૃથ્વી, કેવી રચી તેં ઓ પ્રભુ! હ્રદયથી?
‘મોરલી’ અહોભાવમાં ઝૂકે આ સૃષ્ટિચક્રની ગોઠવણથી…
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૬, ૨૦૧૪ |
No comments:
Post a Comment