ખરવાં દો એ શબ્દો, વણબોલાયેલાં જવા દો જરી …
અક્ષર અક્ષર શરીરમાં એમ જ, સમેટાવાં દો જરી…
ઘણું બોલવાંનું ને કહેવાંનું, વળતું બાકી છે હજી!
નિષ્કીય રાખી એને એમ જ, વેરાવાં દો જરી …
સણસણતાં જવાબો હિસાબનાં, રહ્યાં બાકી છે હજી!
નપુસંક બનાવી એને એમ જ, સૂકાવાં દો જરી …
વર્ષોથી અંદર ધરબાયાં, ઘૂંટાઈ રહ્યાં છે હજી!
જ્ઞાન-શાતામાં ઠારી એને એમ જ, ભૂંસાવાં દો જરી …
અંદર, અરસપરસ ઉગ્ર બની ઊભરાય ઘણું છે હજી!
છોડી પ્રહાર, એ ફરતાં ચક્કરને, તૂટવાં દો જરી …
પુરાવો એનો વાતાવરણમાં, મૂકો એ કરતાં, હજી
ચૂપચાપ જીગરમાં ઢાંકીને જીરવાઈ જવા દો જરી …
અંતે ‘મોરલી’, પ્રભુઅર્પણમાં મુદ્દો ઓગળી જવા દો, બનો ઋણી…
ને વાકશુધ્ધિમાં દિવ્યશક્તિની શરૂઆત થઈ જવા દો કૃપા થકી …
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૦, ૨૦૧૪
|
No comments:
Post a Comment