પ્રભુ તમ સત્સંગનો સ્વાદ મીઠો લાગે ને ચરણઅર્પણમાં હળવાશ લાગે.
અંતઃસ્થ સ્થાન તમ ચૈતન્ય-સત્ય સભર ને તમ સંગે જીવન સફળ લાગે.
આવતું સર્વ કાર્ય તમ અર્ચન, એની ગતિ-પ્રગતિ તમ પ્રસાદ લાગે.
પ્રત્યેક વિગત તમ સંગતિ, ને આવનાર દર ઘડી તમ પૂજન લાગે.
નિતનવીન ક્ષણ તમ ભેટ ને કરવાનું સર્વ, તમ સૂચન-વિધાન લાગે.
વણઉકલ્યાં કામ તમ દૂરંદેશી ને નિપટતાં એક એક તમ કૃપાદ્રષ્ટિ
લાગે.
સંસાર, ખેલાતી તમ મસ્તી ને જન્મ-મરણનાં ચક્રમાં તમ હસ્તી લાગે.
છોડીને ચાલતો દરેક તમ સાથી ને સ્વબળે વધતો, અટૂલો તમ પ્રાર્થી લાગે.
ચારેકોર તમ વૃષ્ટિ-સૃષ્ટિ ને અનંતોમાં વહેતી વૃદ્ધિ તમ
સુ-કૃતિ લાગે.
જીંદગીઓ હોવામાં અમી દ્રષ્ટિ ને દરેક જીવ, સજીવ-નિર્જીવ સ્વીકૃતી લાગે.
સમર્પિત સ્વરૂપમાં પ્રભુ તમ ભક્તિ ને કરુણામય હ્રદયમાં તમ નિવાસ
લાગે.
જોજનો, યુગોમાં તમ ચેતના ને સર્વ તમ પ્રકાશની ‘મોરલી’ ને ઊત્પત્તિ લાગે.
નતમસ્તક નમન!
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૨૪, ૨૦૧૪ |
No comments:
Post a Comment