આજ ગુજરાત સપુત ‘સરદાર’ને નમન!
દેશભક્ત વીરલાં દેતી માવતરને નમન!
રાજરજવાડાં એકત્રિત કરનાર,
એકત્વ સૂરમાં ભારત જગાડનારને નમન!
સંબંધ સામે કર્તવ્ય મૂકનાર,
અજોડ, મજબૂત લોહપુરુષને
નમન!
દેશ સમર્પિત સાચ્ચો દેશભક્ત,
ચળવળમાં જોડાજોડ,
ગાંધી જોડીદારને નમન!
એકનિષ્ઠ મૂંગુ યોગદાન,
દેશ-બાપુ માટે સર્વ કંઈ કર-ગુજનારને નમન!
સદૈવ રહેશે વિશ્વ પ્રચલિત,
સદીઓ નમશે ‘મોરલી’, મૂલ્યો-વાન
સરદારને નમન!
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૩૦, ૨૦૧૪
|
No comments:
Post a Comment