Saturday, 13 December 2014

Unique Droplet...



True, each one of us, unique droplet of The Sea,
Contains that entire compound of Divine Sea!

Up to us to operate through mask of the Sea,
Or represent and be humble face of The Sea!

Up to us to struggle to be perceived as the Sea,
Or accept and respect all around as The Sea!

Up to us to not dry down in sole without the Sea,
Or connect us to abundance supply of the Sea!

Up to us to tighten up individualist’s collar ‘Morli’
Or identify oneself as true child of vast flowing Sea…

-         Morli Pandya
December 13, 2014

Friday, 12 December 2014

દિન, યામિની...



દિન, યામિની, ચતુર્ભુજ સ્વામિની,
સર્વદુઃખહારિણી, મંગળકારિણી,

જગધારિણી જગપ્રકાશિની,
જીવનપાવની, જનમદાતિની,

અર્પણ આંક્ક્ષિણી, અવતરણી,
વાત્સલ્ય વરદાયિની, ચૈતન્યબક્ષિણી,

અતિમનસે શ્વેતાંમ્બરી, સત્ય ઊજાગરી,
હ્રદયેનિવાસિની, શક્તિદાયિની,

સૌંદર્યાનંદ શાંતિપ્રેમ હસ્તિની.
મહેશ્વરી, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી,

ૐ શ્રી મા, પદ્માસની ભગવતી!
સાષ્ટાંગ નમે મા મયી, રુણી મોરલી’…

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૧૨, ૨૦૧૪





Thursday, 11 December 2014

હું શું ઈચ્છું...


હું શું ઈચ્છું વધું?
બધું ભર્યું ભર્યું, બરાબર, આભાર!
જ્યાં બધું જ, તારી જ રચના ને
સર્વ તમ સર્જનસાકાર!

જાણ્યું હવે, જેણે જે ઈચ્છ્યું,
જે જે કક્ષાનું જોડાણ
તે તે આવી મળે,
વ્યક્તિગત, સામાજીક કે પ્રભુપ્રમાણ!

સર્વે અદભૂત,
તમ સ્વરૂપનો ભિન્ન ભિન્ન પ્રકાર!
ભલે દેખાતો ક્યાંક,
નબળો, મૂંઝાયેલો, પાંગળો આકાર!

નક્કી! તારો જ રસ્તો, જાણે મોરલી
તેં જ દીધેલ હશે વળાંક!
સમજી, ઠરીને આગળ વધશે,
તારાં ચરણોર્પિત, આજ નહીં તો કાલ!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૧૧, ૨૦૧૪




Wednesday, 10 December 2014

Character of ignorance...


When one behave with others, with ignorance
Rather fallback on one self and helps the others

Self gets trapped, in character of ignorance
Bring along, arrogance, reprisal and such others

Learns, overcomes, unaffected by ignorance
Another in leap, leaves, step up the ladder

Does not produce, as thought to due by ignorance
Long term damage to self though just was reaction

Slowly becomes part of point of view as ignorance
‘Morli’ one does not know when becomes self certitude

-         Morli Pandya
December 10, 2014


Tuesday, 9 December 2014

ભક્તિરાગ...



ભક્તિરાગ, કદી મોળો, સૂકો, ઓછો ન પડે
વહી વહી ને બહોળો સમુંદર થઈને વહે

હઠ-રાજ-કર્મ કે વિ-યોગ, પ્રારંભ કોઈપણ રસ્તે
આવી મળે બધું જ અંતે આ હ્રદયગાનને પંથે

પ્રભુપ્રેમ ઊભરાઓ, મન-મસ્તિષ્કને પ્રેરે
બધું જ ન્યોછાવર, પ્રભુ સંવેદન હરીફરીને દિસે

શું આજ, કાલ, આ જન્મ કે લખચોરાસી, જે એ હશે
એક પ્રવાહ છે વહેતો સમસ્તનો, પરપોટા જ બસ જીવે

જાણે ઊગીને ઊગીને પાતળી પરતો, મોટાં પેટ ફુલાવી તરે
એક નાની શી લહેર જેવી સ્પર્શી, જોતજોતાંમા ફૂટે

બધું જ નશ્વર ને ઈશ્વર, જ્યાં ભક્તિભાવ સદા વહે
છતાં નગણ્ય નથી જન્મો કે જીવતર, જો પ્રભુચરણે વીતે

છોડવાનું કશું જ નથી જ્યાં અભિગમ પ્રભુમય સાચ્ચે ક્ષણે
પછી સાક્ષી હશે પ્રભુ ને મોરલી બધું જ થશે પ્રભુ પક્ષે

-         મોરલી પંડ્યા
ડિસેમ્બર ૯, ૨૦૧૪
 


Monday, 8 December 2014

સમજથી રક્ષણ...


સમજથી રક્ષણ ને રક્ષણની સમજ!
તું જ દેતી, તું જ કવચ! ઓ મા, સકળ!

ભાવભીનો નિવાસ ને તમ વાસનો ભાવ!
તું જ દેતી, તું જ પ્રત્યક્ષ! ઓ મા, સક્ષમ!

અંશમાં સમસ્ત ને સમસ્તનો અંશ!
તું જ દેતી, તું જ અસ્તિત્વ! ઓ મા, સર્વત્ર!

આધારમાં ચેતના ને ચેતનામય આધાર!
તું જ દેતી, તું જ ચૈતન્ય! ઓ મા,  સદ્ધર!

જીવનભર સાથ ને સાથસભર જીવન!
તું જ દેતી, તું જ વફાદાર! ઓ મા, સંનિષ્ઠ!

પોકાર પ્રેરક ને પ્રેરણામય પોકાર!
તું જ દેતી, તું જ અભિપ્સા!  સ્ત્રોત-અવતરણ!

છલોછલ આભાર ને કૃપામય મોરલી’!
તું જ દેતી, તું જ જીવીત! ઓ મા, સુંદર!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૭, ૨૦૧૪
  

Sunday, 7 December 2014

Trap in a self image...



When a person trap in a self image,
Unknowingly lead self to damage.

Illusion created by self project,
Boasted by supporters full fledge.

Gets self owned right to flash,
All others must camouflage!

Not all ideas to catch for self tag.
One has no idea, what follows that!

Does not bother to acknowledge
Or be humble to avoid such stage!

Nothing but arrogance is showcased.
When make others small, underestimate!

Caution! when one earns big name,
Always remember journey to fame…

Why to waste now with cuts in haste?
Only self can disapprove non ethical way.

‘Morli’, Good to be a passenger always.
Surely, success has a subjective edge!

-         Morli Pandya
December 7, 2014

Saturday, 6 December 2014

Live life fullest!


Live life fullest!
With liberation highest
Purpose to live most, best
With wings, at ground attach

No point in loosing as lost
Attend each moment as event
Transformation in life has to wait
For man to release dust in chest

Glorious times awaits
As soul gets way to contest
All mind, vital and matter
Merge in soul-spirit dictate

Once mind accepts and
As vital starts to stay at rest
All look, gaze however farthest
Even blink sees just sweet grace

Ecstasy, not enough in feel or image
In life course, in action must percolate
With approach of heart, up to head
Through soul, pure dictum direct

Real liberation begins then to live,
In earth life ‘Morli’ with divine intent!

-         Morli Pandya
December 6, 2014

  
 

Friday, 5 December 2014

મુક્તિ!


ધિક્કાર છતાં પ્રતિભાવમાં લાગણી, ત્યાં પ્રેમની મુક્તિ!
અવગણના પ્રતિ આદર વૃત્તિ, ત્યાં કરુણામાં મુક્તિ!

અનુકરણ વગર અન્ય કદર, ત્યાં સ્વ-માનની મુક્તિ!
અરસપરસ દરકાર-સંભાળ, ત્યાં સગપણમાં મુક્તિ!

વાચામાં અસલી રણકો, ત્યાં પ્રમાણિકતામાં મુક્તિ!
ઊગતા તાજાં વચનો, ત્યાં સત્યમાં મુક્તિ!

ઊંચાઈમાં માણસાઈ, ત્યાં અહંકારની મુક્તિ!
સાયુજ્યની સમજ, ત્યાં સંવાદિતામાં મુક્તિ!

હ્રદય દોરવણીમાં સંતૃપ્તિ, ત્યાં એષણાની મુક્તિ!
સ્વનિર્ભર આનંદ, નિજાનંદ, ત્યાં શાંતિમાં મુક્તિ!

સમર્પણ સતત, ત્યાં કર્મ-કર્તા-સ્વભાવની મુક્તિ!
સચ્ચાઈમાં વિશ્વાસ,  ત્યાં ખરી શ્રદ્ધામાં મુક્તિ!

બધી મુક્તિની સમજ, સાચવણી ને સમર્પણ
ત્યાં મોરલી મુક્તિ સંગે, બિરાજિત સાચી ભુક્તિ!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૫, ૨૦૧૪


Thursday, 4 December 2014

Who am I...


Who am I to decide?
Who walks along or besides?
My Lord with me
In; front, behind and all sides…

Who am I to receive?
Who listens with eager or discreet?
My Lord with me
Only stores, discerns and deletes…

Who am I to dream?
Who observes vivid, lucid or live?
My Lord with me
Every fraction even during sleeps…

Who am I to retain?
Who witnesses incident or instances?
My Lord with me
To absolve required, simultaneously…

Who am I in being?
Who, what, how of this person in be?
My Lord with ‘Morli’
Protects in waking, sleep and dreams…

-         Morli Pandya
December 4, 2014

 

Wednesday, 3 December 2014

હું, અબોધ બાળ...


બધી જવાબદારીઓ તો તેં જ છે ઊપાડી
હું, અબોધ બાળ, પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ..

બધી જ વ્યવસ્થા તારી જ છે ગોઠવેલી
આ સીમિત બુદ્ધિ પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધું આમ હોવામાં તારી જ છે મંજૂરી
આ નિર્બળ મનથી પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધો જીવન સમય તારી જ છે પ્રસાદી
આ જાત કેળવણી પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધું જ તારાં, સથવારાંનું પ્રમાણ છે જીંદગી
એકલ દોડમાં પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધી શક્તિ હ્રદયમાં, મા, તારી જ છે જીવતી
ડરનાં કોચલાંમાં પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધાં જ તારાં શ્વાસ, તારી જ છે કૃપા, મુક્તિ
મોરલી રહી રહીને સમજી શકી હું, અબોધ બાળ પહેલાં

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૩, ૨૦૧૪
 

Tuesday, 2 December 2014

ક્યાં જરૂર?


અંદરનો પ્રકાશ મુખ ઊજાળશે,
તો પ્રસાધનોની ક્યાં જરૂર?

નક્કર સત્ય આપોઆપ પ્રગટશે,
તો પુરાવાની ક્યાં જરૂર?

નિષ્ઠા જ શિરપાવ ખેચી લાવશે,
તો ટૂંકા રસ્તે ચાલવાને ક્યાં જરૂર?

ચોખ્ખી નિયત છતી થઈને રહેશે,
તો દલીલોની ક્યાં જરૂર?

મહેનત-અર્પણ, જાતને રસ્તો બતાવશે,
તો અનુસરવાની ક્યાં જરૂર?

પ્રભુ બેઠો માથે, હાથ રાખ્યો-રાખશે,
તો વલખાં મારવાની ક્યાં જરૂર?

જીવ-જણ-જાત-જીવન એનું છે ને રહેશે
પકડી રાખવાની મોરલીક્યાં જરૂર?

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૨, ૨૦૧૪

 

Monday, 1 December 2014

Beauty in...


Beauty in every inch and trace
In levels for human to acknowledge

If unable sight then perceives intellect
If yet not then enabled by soul seated

Beauty; as a point, product and progress
To be, express and ever going process

Not only in worldly define frame
Also in opposites, contrast or game

Because All is, All with, All from Beauty
Emergence and manifestation of that purity

In around, all sheer equilibrium and harmony,
Means ‘Morli’ existing pure powerful divinity

-         Morli Pandya
December 1, 2014