Friday, 5 December 2014

મુક્તિ!


ધિક્કાર છતાં પ્રતિભાવમાં લાગણી, ત્યાં પ્રેમની મુક્તિ!
અવગણના પ્રતિ આદર વૃત્તિ, ત્યાં કરુણામાં મુક્તિ!

અનુકરણ વગર અન્ય કદર, ત્યાં સ્વ-માનની મુક્તિ!
અરસપરસ દરકાર-સંભાળ, ત્યાં સગપણમાં મુક્તિ!

વાચામાં અસલી રણકો, ત્યાં પ્રમાણિકતામાં મુક્તિ!
ઊગતા તાજાં વચનો, ત્યાં સત્યમાં મુક્તિ!

ઊંચાઈમાં માણસાઈ, ત્યાં અહંકારની મુક્તિ!
સાયુજ્યની સમજ, ત્યાં સંવાદિતામાં મુક્તિ!

હ્રદય દોરવણીમાં સંતૃપ્તિ, ત્યાં એષણાની મુક્તિ!
સ્વનિર્ભર આનંદ, નિજાનંદ, ત્યાં શાંતિમાં મુક્તિ!

સમર્પણ સતત, ત્યાં કર્મ-કર્તા-સ્વભાવની મુક્તિ!
સચ્ચાઈમાં વિશ્વાસ,  ત્યાં ખરી શ્રદ્ધામાં મુક્તિ!

બધી મુક્તિની સમજ, સાચવણી ને સમર્પણ
ત્યાં મોરલી મુક્તિ સંગે, બિરાજિત સાચી ભુક્તિ!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૫, ૨૦૧૪


No comments:

Post a Comment