સમજથી રક્ષણ ને રક્ષણની સમજ! 
તું જ દેતી, તું જ કવચ! ઓ મા, સકળ! 
  
ભાવભીનો નિવાસ ને તમ વાસનો ભાવ! 
તું જ દેતી, તું જ પ્રત્યક્ષ!
ઓ મા, સક્ષમ! 
  
અંશમાં સમસ્ત ને સમસ્તનો અંશ! 
તું જ દેતી, તું જ અસ્તિત્વ! ઓ મા, સર્વત્ર!  
  
આધારમાં ચેતના ને ચેતનામય આધાર! 
તું જ દેતી, તું જ ચૈતન્ય! ઓ મા,  સદ્ધર! 
  
જીવનભર સાથ ને સાથસભર જીવન! 
તું જ દેતી, તું જ વફાદાર! ઓ મા, સંનિષ્ઠ! 
  
પોકાર પ્રેરક ને પ્રેરણામય પોકાર! 
તું જ દેતી, તું જ અભિપ્સા! ઓ  સ્ત્રોત-અવતરણ! 
  
છલોછલ આભાર ને કૃપામય ‘મોરલી’! 
તું જ દેતી, તું જ જીવીત! ઓ મા, સુંદર! 
  
- મોરલી પંડ્યા  
ડિસેમ્બર ૭, ૨૦૧૪ 
   
 | 
No comments:
Post a Comment