બધું જ મૂલવશો, સફળતા ને વળતરનાં માપદંડે!
કૃપા પ્રસાદ પણ બજારભાવ ને મંતવ્યોથી આંકશો!
મા બેઠી છે માથે,
બોલતું હશે જેનું, એ ખેંચાઈ આવશે,
માણસની, સીમિત સમજ ને ક્ષમતાથી કેટલું
અંદાજશો!
અહીં તો માનું જ કીધેલું, દીધેલું, ગોઠવેલું…ક્યાં ન પહોંચે,
આ ને તે વ્યવસ્થા કે વ્યવસાયિક રીતોમાં ક્યાં
અટવાશો!
મદદ, સમય ને જે જે, જરુરી થવાનું હશે તે મળશે,
મગજ કસી કેટલું ‘આમ હશે-થશે’, કલ્પનામાં સમજશો!
દિશા દીધી, સંકેત છે દીધાં, માણસ સક્રિય ભૂમિકામાં, ‘મોરલી’
પરિણામ તો આવશે જ, એનું ભાંખેલું, હજી પણ પ્રશ્નાર્થ મૂકશો!
-
મોરલી પંડ્યા
ડિસેમ્બર ૧૪, ૨૦૧૪
No comments:
Post a Comment