Tuesday, 2 December 2014

ક્યાં જરૂર?


અંદરનો પ્રકાશ મુખ ઊજાળશે,
તો પ્રસાધનોની ક્યાં જરૂર?

નક્કર સત્ય આપોઆપ પ્રગટશે,
તો પુરાવાની ક્યાં જરૂર?

નિષ્ઠા જ શિરપાવ ખેચી લાવશે,
તો ટૂંકા રસ્તે ચાલવાને ક્યાં જરૂર?

ચોખ્ખી નિયત છતી થઈને રહેશે,
તો દલીલોની ક્યાં જરૂર?

મહેનત-અર્પણ, જાતને રસ્તો બતાવશે,
તો અનુસરવાની ક્યાં જરૂર?

પ્રભુ બેઠો માથે, હાથ રાખ્યો-રાખશે,
તો વલખાં મારવાની ક્યાં જરૂર?

જીવ-જણ-જાત-જીવન એનું છે ને રહેશે
પકડી રાખવાની મોરલીક્યાં જરૂર?

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૨, ૨૦૧૪

 

No comments:

Post a Comment