જીવન નિરર્થક નહીં, ગતિચક્રનું
પ્રમાણ!
જીવતી મરતી સરિતાને મળતું,
વહેતાં સમયનું ભાન!
જીવની પ્રગતિ અર્થે, પ્રભુબક્ષી રોકાણ!
ખુશી ખુશી માણવાને મળતું,
પરમપ્રભુનું ધામ!
જાતમાં અટવાયેલાં, જીવનું અનુસંધાન!
માનવ બનીને જીવતાં જીવતાં મળતું,
આત્મસ્થ થવાનું સ્થાન!
પ્રફુલ્લિત કણોની ક્ષણોમાં સાંઠગાંઠ!
પ્રભુનાં જાગ્રત જીવઅંશોને મળતું
‘મોરલી’ કિંમતી ઉન્નતિ-પ્રદાન!
-
મોરલી પંડ્યા
ડિસેમ્બર ૨૫, ૨૦૧૫
No comments:
Post a Comment