હું
શું ઈચ્છું વધું?
બધું
ભર્યું ભર્યું, બરાબર, આભાર!
જ્યાં
બધું જ, તારી
જ રચના ને
સર્વ તમ સર્જનસાકાર!
જાણ્યું
હવે, જેણે જે ઈચ્છ્યું,
જે
જે કક્ષાનું જોડાણ
તે તે આવી મળે,
વ્યક્તિગત, સામાજીક
કે પ્રભુપ્રમાણ!
સર્વે
અદભૂત,
તમ
સ્વરૂપનો ભિન્ન ભિન્ન પ્રકાર!
ભલે
દેખાતો ક્યાંક,
નબળો, મૂંઝાયેલો, પાંગળો આકાર!
નક્કી! તારો જ રસ્તો, જાણે ‘મોરલી’
તેં
જ દીધેલ હશે વળાંક!
સમજી, ઠરીને
આગળ વધશે,
તારાં
ચરણોર્પિત, આજ નહીં તો કાલ!
- મોરલી પંડ્યા
ડિસેમ્બર
૧૧, ૨૦૧૪
|
No comments:
Post a Comment