મા, આ શું કર્યું તેં ક્ષણે ક્ષણ
ભરી!
ચાતકની છીપાવી તરસ જન્મોજન્મની!
તારી, આટલી અમૂલ્ય, કૃપા અનુભવી!
ફિનીક્ષને સમજાવી જાણે કિંમત રાખની!
તારી શાંતિનાં મૂળિયાં જડ સુધી રોપી,
સમુંદર બનાવી દીધી ઓળખ મૃગજળની!
સ્મરણ-સમર્પણનાં સ્તરમાં આ જીવને મૂકી,
ભવોભવની આપી તેં કવચ-સુરક્ષા ને મુક્તિ!
તેં તો તારાં સાથ સાયુજ્યનો સ્વાદ ચખાડી,
છલોછલ વહેતી કરી તરબોળ, ઓળઘોળ ‘મોરલી’…
- મોરલી પંડ્યા
|
No comments:
Post a Comment