Wednesday, 31 December 2014

મારો ક્હાન મુજને કરે યાદ…


કનૈયો દે વણમાગ્યું દાન,
તાંદુલ પોટલીમાં જીવન પ્રદાન!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન મુજને કરે યાદ
હું મસ્તમુજને કરે યાદ

આ જીવન ક્યાંથી કાચું-કચવાટ,
જે, શ્યામ દિધેલ, ભેટસોગાદ!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન મુજ  જીવનનિર્ધાર
હું મસ્તમુજને કરે યાદ
રોમરોમ સ્મરણ, પોકાર,
જ્યાં ગોવિંદ કામ ઉર મુકામ!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન મુજ ચૈતન્યપ્રકાશ
હું મસ્તમુજને કરે યાદ

કર્ણે ઊત્કૃષ્ટ સૂર સંધાન,
પ્રિય મુજને, મધુર કૃષ્ણગાન!
હું મસ્ત પ્રફુલ્લિત નાચું આજ,
મારો ક્હાન સંભળાવે મોરલી રાગ
હું મસ્તમુજને કરે યાદ

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧,૨૦૧૫
  

No comments:

Post a Comment