Tuesday, 23 December 2014

તુજ હાથ મારે શિરે...


મા, તુજ હાથ મારે શિરે,
સર્વ અમૂલ્ય તારે સ્પર્શે.

તું સર્વોપરી, સર્વકારી,
સર્વરક્ષી, તું સર્વવ્યાપી.

ઘડીએઘડીએ ઘટતું સર્વે
સંભાષણ તારું, શિખ પરત્વે.

ઊપર-નીચે-કોરે કોરે,
પ્રવર્તે પ્રભાવ નિરંતર ચૂમે.

દિવ્ય સાગર શીશ ઊર્ધ્વે,
ધોધ વહી કણ કણને સ્પંદે.

ઊર્જા, લક્ષ્ય, હાર્દ શ્વસે,
મોરલી સર્વસ્વ, તારે હસ્તે

- મોરલી પંડ્યા
ડિસેમ્બર , ૨૦૧૪


No comments:

Post a Comment