Wednesday, 3 December 2014

હું, અબોધ બાળ...


બધી જવાબદારીઓ તો તેં જ છે ઊપાડી
હું, અબોધ બાળ, પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ..

બધી જ વ્યવસ્થા તારી જ છે ગોઠવેલી
આ સીમિત બુદ્ધિ પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધું આમ હોવામાં તારી જ છે મંજૂરી
આ નિર્બળ મનથી પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધો જીવન સમય તારી જ છે પ્રસાદી
આ જાત કેળવણી પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધું જ તારાં, સથવારાંનું પ્રમાણ છે જીંદગી
એકલ દોડમાં પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધી શક્તિ હ્રદયમાં, મા, તારી જ છે જીવતી
ડરનાં કોચલાંમાં પહેલાં ન સમજી શકી હું, અબોધ બાળ

બધાં જ તારાં શ્વાસ, તારી જ છે કૃપા, મુક્તિ
મોરલી રહી રહીને સમજી શકી હું, અબોધ બાળ પહેલાં

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૩, ૨૦૧૪
 

No comments:

Post a Comment