બધાં ભાવ-બાધક બાંધને છોડી જુઓ,
હથોડો બની એ દિવાલો તોડી તો જુઓ!
પારદર્શક વર્તમાનનાં વહેણને ચાખી જુઓ,
તાજાં લીંપણની સુગંધ ને માટી, માપી તો જુઓ!
એકવાર દુર્ગંધિતને ગાળી, વલોવી જુઓ,
જર્જરિત ઈંટો, જૂનાં જાળાંને ખંખેરી તો જુઓ!
તાજગીભરી લહેર, ભલે નાની, ‘માં નાહી જુઓ,
પ્રેમ તરબોળ ક્યારી, આસપાસ ચણી તો જુઓ!
બંધિયાર, સ્થગિત યાદોને પધરાવી જુઓ,
સ્મૃતિ ચણતરો, નેસ્તનાબૂદ કરી તો જુઓ!
તન, મન, પ્રાણ, હ્રદયને ક્ષણમાં પલાળી જુઓ,
એકઠાં કરી ચોખ્ખાં માળખામાં ઘડી તો જુઓ!
પોકારનો બંધાયેલ છે ‘મોરલી’, દસ કુદાવશે હંમેશ,
પ્રત્યેક ડગલું, એકવાર, પ્રભુ ભણી માંડી તો જુઓ!
- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૧૯, ૨૦૧૪
|
No comments:
Post a Comment