Tuesday, 16 December 2014

થકવતો લાગે સમય...



થકવતો લાગે સમય તો પણ ના થાકશો,
નથી રહેતો એકસરખો સમય કે એનો તકાજો!

જેમ આવ્યું છે એમ જ જશે, મૂળેથી સ્વીકારો!
કશું નથી અહીં ટકાઉ જો સમયે સમજી બદલાઓ!
જીંદગી મળી છે, તો રાખો એનો મલાજો!
બીજાનું જોઈ, ન મૂકશો પડતી કે એવું માગશો!

જીવવાનું જ છે નક્કી! ને બધું જ છે ઘટમાળાઓ!
ઊપરથી, અંદરની દ્રષ્ટિ, તો લાગે સમય જ ચાલતો!
છોડો! સમય જે ગયો, પતી ગયો, હવે જવા દેવો,
સંભારણાં સારાં રાખ્યાં તો તાકાત આપતો આવવાનો!

સમયે, જીવતાં જીવતાં આવતો જાય મહાવરો,
જીવાતી દરેકની, પળે પળ, મૂકે છે સૃષ્ટિમાં પુરાવો!
આવતી પેઢીઓને આપતી રહેશે જીવાયેલો જીવંત દાખલો!
ડગ ભલે જુદા માંડે, પણ મળશે એમાંથી, પ્રેરણાત્મક સહારો!

ઘણું આપતો હોય છે લાલ-લીલો સમય, જિંદગીને સથવારો!
ક્ષણ ક્ષણમાં ભરાતો હોય છે મોરલી પચાવાય એટલો માણવો!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૧, ૨૦૧૪

No comments:

Post a Comment