બધું જ નસીબ નથી હોતું, 
એમાં થવાનું જ થતું હોય છે. 
એને રમતું મૂકવાનું નથી હોતું, 
એમાં પાછળ કોઈ સંકેત હોય છે. 
  
બધું જ ભાગ્ય નથી હોતું, 
એમાં કર્મોનો પણ ભાગ હોય છે. 
નિયતીમાં ખપાવવાનું નથી હોતું, 
એમાં જીવ વિકાસની કડી હોય છે. 
  
પ્રારબ્ધને કોસવાનું નથી હોતું, 
કશુંક જરૂર વ્યક્તિનાં હાથમાં હોય છે. 
એમ જ છોડી દેવાનું નથી હોતું, 
એમાં યોગ્ય રસ્તો શોધવાનો હોય છે. 
  
વલણ સમયની ભીંસમાં નથી હોતું, 
એ જોવાની વ્યક્તિગત મર્યાદા હોય છે. 
પ્રેમ-ભક્તિમય જીવતાં રહેવું, 
એમાં ક્યાં ગતજન્મોનાં લેખાંજોખાં હોય છે! 
  
શરુઆત આજથી, અત્યારથી, બસ! 
એકવાર હાથ પહોળાં કરવાંની વાર હોય છે. 
હ્રદયથી બોલાવેલુ, પ્રભુ સ્વીકાર્યું, પછી 
ક્યાં કશું ‘મોરલી’ નસીબને આધારે હોય છે. 
  
-        
મોરલી પંડ્યા 
ડિસેમ્બર ૨૯, ૨૦૧૪ | 
No comments:
Post a Comment