ઈચ્છાઉત્પત્તિ છે અવિરત 
ને ઈચ્છાપુર્તિ ક્ષણભંગુર! 
  
ઈચ્છાવૃત્તિ માનવ સ્વભાવ ને 
ઈચ્છાસંતુષ્ટિ છે મનોવલણ! 
  
ઈચ્છાશક્તિ છે માનવવૃત્તિ 
ને ઈચ્છાતૃપ્તિ બાળ સહજ! 
  
ઈચ્છાધારી, શક્તિરૂપ ને 
ઈચ્છાવિકૃતિ છે કુરૂપ! 
  
ઈચ્છાઅભિલાષા છે જીવનાંન્ત! 
ને ઈચ્છાવિનાશ વૈરાગ! 
  
ઈચ્છાદમન હઠયોગ ને 
ઈચ્છાશમન છે ત્યાગ! 
  
ઈચ્છાપરિવર્તન છે જાતવિકલ્પ, 
ઈચ્છાઊર્ધ્વિકરણ પ્રભુસાથ! 
  
ઈચ્છાપુષ્ટિ પ્રભુદેન ને 
ઈચ્છામુક્તિ ‘મોરલી’ પ્રભુબક્ષીસ! 
  
-        
મોરલી પંડ્યા 
ડિસેમ્બર ૨૭, ૨૦૧૪ 
  | 
No comments:
Post a Comment