દિન, યામિની, ચતુર્ભુજ સ્વામિની,
સર્વદુઃખહારિણી, મંગળકારિણી,
જગધારિણી જગપ્રકાશિની,
જીવનપાવની, જનમદાતિની,
અર્પણ આંક્ક્ષિણી, અવતરણી,
વાત્સલ્ય વરદાયિની, ચૈતન્યબક્ષિણી,
અતિમનસે શ્વેતાંમ્બરી, સત્ય ઊજાગરી,
હ્રદયેનિવાસિની, શક્તિદાયિની,
સૌંદર્યાનંદ શાંતિપ્રેમ હસ્તિની.
મહેશ્વરી, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી,
ૐ શ્રી મા, પદ્માસની ભગવતી!
સાષ્ટાંગ નમે મા મયી, રુણી ‘મોરલી’…
- મોરલી પંડ્યા
ડિસેમ્બર ૧૨, ૨૦૧૪ |
No comments:
Post a Comment