ભક્તિરાગ, કદી મોળો, સૂકો, ઓછો ન પડે
વહી વહી ને બહોળો સમુંદર થઈને વહે…
હઠ-રાજ-કર્મ કે વિ-યોગ, પ્રારંભ કોઈપણ રસ્તે
આવી મળે બધું જ અંતે આ હ્રદયગાનને પંથે…
પ્રભુપ્રેમ ઊભરાઓ, મન-મસ્તિષ્કને પ્રેરે
બધું જ ન્યોછાવર, પ્રભુ સંવેદન હરીફરીને દિસે…
શું આજ, કાલ, આ જન્મ કે લખચોરાસી,
જે એ હશે
એક પ્રવાહ છે વહેતો સમસ્તનો, પરપોટા જ બસ જીવે…
જાણે ઊગીને ઊગીને પાતળી પરતો, મોટાં પેટ ફુલાવી તરે
એક નાની શી લહેર જેવી સ્પર્શી, જોતજોતાંમા ફૂટે…
બધું જ નશ્વર ને ઈશ્વર, જ્યાં ભક્તિભાવ સદા વહે
છતાં નગણ્ય નથી જન્મો કે જીવતર, જો પ્રભુચરણે વીતે…
છોડવાનું કશું જ નથી જ્યાં અભિગમ પ્રભુમય સાચ્ચે
ક્ષણે
પછી સાક્ષી હશે પ્રભુ ને ‘મોરલી’ બધું જ થશે પ્રભુ પક્ષે…
-
મોરલી પંડ્યા
ડિસેમ્બર ૯, ૨૦૧૪
|
No comments:
Post a Comment