Sunday, 13 October 2019

પલટ...પલટ...


તકલીફને તકમાં પલટ

મુશ્કેલીને વૃદ્ધિમાં પલટ

વિરોધને એકાગ્રતામાં પલટ

એકલતાને આત્મખોજમાં પલટ

થકાવટને વ્યસ્તતામાં પલટ

વ્યવહારને વૃત્તિમાં પલટ

છીછરાપણાને વિસ્તારમાં પલટ

નિગ્રહને ઊંડાણમાં પલટ

અછતને શિસ્તતામાં પલટ

આળસને પ્રસાશનમાં પલટ

એકાંતને નીરવતામાં પલટ

દુશ્મનીને સમભાવમાં પલટ

બસ! કોઈ એક સ્થાન પર ન અટક,
અભિગમ બદલ, પ્રયત્નપૂર્વક તરત
ને સમયની સહજતા સમજ...

પ્રભો...પ્રભો...

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Helianthus
Sunflower
Significance: Consciousness Turned towards the Light
It thirsts for Light and cannot live without it.

Saturday, 12 October 2019

પૂર્ણિમાએ...


વંદન...અભિનંદન જય મા મહાલક્ષ્મી!
પૂર્ણિમાએ તવ આગમનથી ખીલી પૃથ્વી...

સૌંદર્ય ને સામંજસ્યની ઓ માતશક્તિ!
માનવજાત ઋણી, પામી તવ અમીદ્રષ્ટિ...

વિચાર-ભાવ, મન-આત્મા તણી દોસ્તી 
ને હોવી વર્તન-આવર્તન મધ્યે સાંઠગાંઠી...

રૂપરેખા એ જીવે ત્યાં ઉતરે તવ કૃતિ
પ્રચુર, વિપુલ વૈવિધ્ય ને વિવિધતા ભરી...

ને શશી સજાવે નિશા, ઉજાળી મબલખ ચાંદની
ધરા-આભ ધવલ! અહો, આજ વલ્લભ યુતિ!

શુભ શરદપૂર્ણિમા!

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Nymphaea
Water lily
Significance: Integral Wealth of Mahalakshmi
Wealth in all domains and all activities, intellectual, psychological, material, in feeling and action.

Friday, 11 October 2019

સર્જન ઈચ્છે અધિકાર...



રૂપાંતરણ ઇચ્છે અહીં બધું જ, તમામ
ફક્ત ઝીલવી શકતો આધાર જરૂરિયાત

નથી કોઈને વિરોધ કે કોઈ ટકરાવ
સર્વ માતૃચરણે સમર્પિત થઈ, તૈયાર

દર સર્જનનું મૂળ, મૂળભુત આદ્યંત 
ઉજ્જવળ પથરાવ ને સ્થાપિત જડાવ

ને એ ચક્રને વેગવંતો બનાવવા પ્રયાણ
સ્વીકાર રૂપાંતરણ ને તદ્યપિ કાળમાંગ

સર્વ ખુલ્લું ગ્રહણશીલ ચાતક પ્યાસ
અવતરો, ડૂબો સમગ્રમાં સમગ્રને કાજ

હે માત સમસ્તી! એ અવરોધ ઉપાડ,
તવ સમગ્ર સર્જન ઈચ્છે અધિકાર.

તવ ચરણે અર્પણ...

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Millingtonia hortensis
Indian cork tree, Tree jasmine
Significance: Transformation
The goal of creation.

Thursday, 10 October 2019

જડી દે જડબેસલાક!



નવીન પ્રારંભની નવલી શરૂઆત
નથી ગત વૃત્તાંતનો હિસ્સો ‘આજ’

નથી ઢસડાતાં રેલાનો ઇતિહાસ
ઉજળાં પ્રભાતો ઉગવતી ‘આજ’

દર નવ દિન લાવે નવ અવકાશ
મૂકવા નવતર બુનિયાદી ‘આજ’

ન વહાણાં ખોદકામ કે ખેંચતાણ
સમથળ સમયને આમંત્રણ ‘આજ’

ન ગતની ખટાશ કે ભાવિનો મમળાવ
તાજગીમાં તાજો પરિપક્ષ ‘આજ’

રોપી દે મનમાં ને જડી દે જડબેસલાક
‘વિગત એટલે વીત્યું’નો પુરાવો ‘આજ’...

 મ્હાલ મસ્તીમાં, મહીં આજ ને અત્યાર...

ધન્યવાદ!

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Campanula medium
Canterbury bells, Cup and saucer
Significance: Joy’s call
It is modest and rarely makes itself heard.

Wednesday, 9 October 2019

Let go of that habituation ...



Admire the body and the vital force
Take them to the level possible utmost

Once catered to the nature's mechanism
keep offering the waves till its suction

If every time, ask for the help and assistance
The Power from above arranges in accordance

Not to forget to sincere invocation
And here, it comes straight at the disposal

Do not indulge and entertain misconduct
Respect! Respect immense and ever

True! All what one has is important 
Do not suppress, abuse or be ignorant

The energy that is about to dissipate...Offer
In heart at the Divine Mother's region

Every time without fail and with faith total
Let go of that habituation from the core of the system

Offer always for betterment, eradication, perfection 
Gradually it is, certainly, bound to happen...

With sincere sincerity...

Thank you.

October 2019


Flower Name: Strophanthus gratus
Climbing oleander
Significance: Radiating Vital Purity
It is possible only through perfect consecration of the vital.

Tuesday, 8 October 2019

સાચો જથ્થો ભરો ...


હે પ્રાણેશ્વરી શક્તિ મા!
ફેલા સ્વસ્થરૂપે આ જગતમાં

તવ સમૃદ્ધિ વહેણ અટકમાં
કંઈ કેટલાય તત્વો વિરોધમાં

સધળી જિંદગી ખર્ચાય વિનિમેષમાં
ને એટલે આકર્ષણ ખર્ચાળ વિનિમયનાં

પધારો સમત્વરૂપે આ પરિપેક્ષમાં
માનવજાતિને બક્ષવા એક ઉત્ક્રાંત તત્કાલમાં

વસો દર હૈયે ધરપત સમાનતામાં
સમાવો શોષો દર નિમ્ન વળાંક જે વધમાં

સ્વાસ્થ્યી કરો, બિરાજો જન ધનમાં
વેગવંતો સાચો જથ્થો ભરો કણ કણમાં...

જય જય શ્રી...

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Telsoma Cordata [Pergularia odoratissima]
Cowslip creeper, West Coast creeper
Significance: Vital Plenitude
Can only be obtained through conversion.

Monday, 7 October 2019

પ્રગટો અનંતોમાં અખંડજ્યોત ...



હે માત! તું જ રાવણ ને તું જ રામ
તું જ દૈત્યઅંશ ને તું જ દાનવસંહાર

તું જ વધ ને તું જ વધ દેતો ધર્માચાર
તું જ ભવઅંત ને પ્રારંભ નવ વિધાન

તું જ જીવ ને તું જ પ્રગતિ પ્રદાન
તું જ ઉર્ધ્વગતિ ને પૂર્ણ પ્રતિ પ્રયાસ,

દસે દિશાઓ તું જ ને તું જ સર્વસાક્ષાત
તું જ ઝળાહળા મહીં સર્વ જીવ જાત,

તું જ ઉજવણી ને તું જ તહેવાર
તું જ સુશોભિત ને સુશોભન અલ્હાદ,

સદીએ સદીએ તું જ જન્મજન્માંત
વસે દર હૈયે મસ્તિષ્કે ધરી માનવકાય,

પ્રગટો અનંતોમાં અખંડજ્યોત ગગન વાટ
હે આદ્યશક્તિ! તું જ અભિપ્સુ તું જ ધરે એ તાક...

શુભ વિજયાદશમી!

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Zinnia elegans
Common zinnia, Youth-and-old-age
Significance: Victorious Endurance
It will endure till the end of the battle.

Sunday, 6 October 2019

Let the birth be ...



Not out of the pain urge or compulsion
Grant boon O Divine Mother!

Sheer for your work from your culture
Let the birth be full of conversion

Where the material and spiritual
Be one as the One and only Original

No more play of your magnificent nature
As with that part of service, this body being is done

Not from raw impulse or half sleep conditions
But fully awakened and the Will conscious:

‘As blessing, Let thy Consciousness and Force,
For the Divine unfolding, descent...’

At Your Lotus Feet...

October 2019


Flower Name: Scabiosa atropurpurea
Mournful widow, Sweet scabius. Pincushion flower, Egyptian rose
Significance: Blessings 
Pure and innumerable, manifesting themselves infinitely. 

૨૧૦૦: હે માત! અષ્ટમી વંદન...




ભ્રહ્માંડ તવ કોખનું
વિશ્વ તુજથી ઘટ્યું
હે દુર્ગે જનની શાશ્વતી!
અશકય એક ક્ષણ બરબાદી.

સઘળું તવ તણું
સમગ્ર તુજથકી જણ્યું
હે અખંડ અનંત આદ્યશક્તિ!
પ્રત્યેક સર્જન મૂળે ગતિ સનાતની.

તસુ તવ મૂલ્યું
સૂક્ષ્મ તવ મૂક્યું
હે દિવ્ય દૈવ દીન દૈત્ય ધારિણી!
શાને ચૂવે રક્ત તવ સર્જન તણું આ ભૂમિ?

હે માત!
અષ્ટમી વંદન...
તવ દીધું તુજને અર્પણ...

ઓક્ટોબર ૨૦૧૯




Flower Name: Hibiscus schizopetalus
Japanese hibiscus, Japanese lantern
Significance: Flame
Elegant and triumphant in its ardour.

Friday, 4 October 2019

એકમેક જ એકમેકને સહારે...



દોસ્તી જ કરી દીધી છે સદાયને માટે ...
જિંદગી સાથે સગપણ ને જૂની ઓળખાણ છે મારે

અરસપરસની સમજ રાખી છે અટવાયે
એ મને ને હું એને આંખ મટકાવી લઈએ ત્યારે ત્યારે

આમ તો વચ્ચે કોઈ નથી આવતું કટાણે
પણ એ સંજોગ આવ્યે અમે ચુપચાપ ખમી જઈએ ક્યારેક ક્યારે

એ પણ રાહ જોઈ લે છે મથાળે આવવા માટે
ને મને ધરપત એનાં સ્વભાવની કે આવી રહેશે સમય આવ્યે

હાથ પકડેલાં જ રહે છે હવે તો જાણ્યે અજાણ્યે
શાણપણ બંનેમાં આવ્યું છે કે એકમેક જ એકમેકને સહારે

દરેક જીવે છે, પણ પોતાની જિંદગીમાં પોતીકી રીતે
આતો સમયની માંગ! પ્રવાહી એ પણ બની છે, રહી મારી સાથે

ચકાસી તપાસી અજમાવીને હવે બસ! ઠરીઠામ છીએ
દોસ્તીની આજ મઝા છે, પ્રગાઢ બને એક અરસા પછી સદાયને માટે...

આભાર જિંદગી...તું રુબરુ મળી...

ઓક્ટોબર, ૨૦૧૯



Flower Name: Canna indica
Indian-shot, Queensland, Arrowroot, Achira
Significance: Friendship with the Divine
Delicate, attentive and faithful, always ready to respond to the smallest appeal.

Thursday, 3 October 2019

Set own footprint.


Just inherited genes!
Clearly not a copy.
Be your own self,
Not carrying or going to carry.

Every gene hides potentiality 
Not necessarily as legacy 
Something different may reveal
If ready to set own footprint.

With all due respect to ancestry,
Their growth contributory.
But here is a matter of novelty
Something unique in what’s beneath.

To meet with one's own Self Spirit
Not to succumb to so called hardcore genes
That’s ones real Dharma 
To channelize and accordingly live.

Lord, Be the guide!

October 2019



Flower Name: Acanthus ilicifolius
Sea holly
Significance: The Guardian
Vigilant and thorny, it knows how to protect what it guards.

Wednesday, 2 October 2019

સમૃદ્ધિની વૃદ્ધિમાં ...


અપમાનથી ક્યાંય વજનદાર છું
સન્માનથી બેપરવા છું
સમૃદ્ધિની વૃદ્ધિમાં મસ્ત છું.

મર્યાદાઓથી સ્વતંત્ર છું
અભ્યાસ પ્રતિ નતમસ્તક છું
મબલખને વિસ્તારવા રત છું.

અવરોધોને થડકાર છું
ગતિથી બેફિકર અમલ-દાર છું
સર્વ-શક્યને પ્રતિબદ્ધ છું.

નાસીપાસને ખબરદાર છું
ઉત્સાહને વફાદાર છું
એક એક ક્ષણે તહેનાત છું.

પ્રભુઆદેશે તૈયાર છું...

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Rondeletia odorata
Significance: Mahasaraswati’s Perfection in Works
It is not satisfied with makeshift.

Tuesday, 1 October 2019

પ્રમાણિકતા જ પ્રાથમિક આધાર...



અન્યની પ્રસિદ્ધિ લાવી શકે ઝંઝાવાત
ઝીંઝોડે એ સુષુપ્ત સુસ્ત આયામ
જગાવી શકે એ નવ જોશ, ઉત્સાહ
પણ અંતે ક્ષમતા જ રહેવી પ્રાધાન્ય.

વણખુલી કેટલીય શક્તિઓ અસાધ
દિવ્યચેતના ઘડ્યું વિશ્વ અપરંપાર
કંઈક સિદ્ધિ હસ્તગતનું પ્રવાધાન
જાગ્યા! તો જુઓ શું પોકારે અંતરિયાળ?

પછી નથી કોઈ અન્યોનો અહીં અવકાશ
ફક્ત પોતીકી સફર ને આંતરપડઘાનો સાદ
પ્રમાણિકતા જ પ્રાથમિક આધાર, જરૂરિયાત
એ જ દેશે જાત, મુદ્દા ને પ્રગતિનો ક્યાસ.

પ્રેરણાને જીવ,પણ વિના પડાવ
ન કલ્પનામાં આ કે તે ગંતવ્ય સમાધાન
બસ! પ્રેરિત વાતાવરણ પોષવું સદા
યાદ રાખ! આંતરિક બાબતોનો તું ખુદ બાદશાહ.

એ જ લાવે બાહ્ય બદલાવ... આપોઆપ...

પ્રભુ સદાય સમગ્રનો પ્રભાવી મહાન.

ઓક્ટોબર ૨૦૧૯


Flower Name: Delphinium
Larkspur
Significance: Soaring
Take your flight towards the heights.