ભ્રહ્માંડ તવ કોખનું
વિશ્વ તુજથી ઘટ્યું
હે દુર્ગે જનની શાશ્વતી!
અશકય એક ક્ષણ બરબાદી.
સઘળું તવ તણું
સમગ્ર તુજથકી જણ્યું
હે અખંડ અનંત આદ્યશક્તિ!
પ્રત્યેક સર્જન મૂળે ગતિ સનાતની.
તસુ તવ મૂલ્યું
સૂક્ષ્મ તવ મૂક્યું
હે દિવ્ય દૈવ દીન દૈત્ય ધારિણી!
શાને ચૂવે રક્ત તવ સર્જન તણું આ ભૂમિ?
હે માત!
અષ્ટમી વંદન...
તવ દીધું તુજને અર્પણ...
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Hibiscus schizopetalus
Japanese hibiscus, Japanese lantern
Significance: Flame
Elegant and triumphant in its ardour.
No comments:
Post a Comment