Tuesday, 29 October 2019

ચડે પગથિયાં પગથિયું ...


પગથિયે પગથિયે ચડે પગથિયાં પગથિયું
એક એક પગથિયે ચડતું ચડાવે પગથિયું

બ્રહ્માંડ દ્રષ્ટિએ માત્ર રમકડું એ પગથિયું
કુદાવો કે ટૂંપો રચાતું રહે નવલું પગથિયું

ચડતી ઉતરતી ગતિઓનું પ્યાદું પગથિયું
પગલું મૂકે એ જાણે ચડત હેવાયું પગથિયું

માપદંડ ને ગુણવત્તાનું આગ્રહી શિક્ષક પગથિયું
ચડતરનાં ઘડતરમાં પક્વતાને પૂજતું પગથિયું 

ભોંયરે કે ઓટલે સંજ્ઞામાં બિરાજે પગથિયું
મર્મ ઝીણો ઊંડો ખેંચી મૂળે વણાવે પગથિયું

ચડતાં પહેલાં જરૂરી જડવું હાલનું પગથિયું
આપી છલાંગ પચાવડાવે જડજડ્યું પગથિયું

જીવનપર્યંત અંતરંગ સાથી સહ્રદયી પગથિયું
તાદામ્યનું એક અટૂલું ‘મોરલી’ સાક્ષી પગથિયું...

આભાર...

ઓક્ટોબર ૨૦૧૯


Flower name: Arctotis venusta
Blue-eyed African daisy
Significance: Cheerful Endeavour
The joy that one finds in the effort towards the Divine

No comments:

Post a Comment