એક નાનકડી ક્યારીની કલ્પનાથી કર શરૂઆત
રોપણીથી માંડી ને ફળદ્રુપ વૃક્ષ સુધી લઈ ચાલ...
શોધ એવું રોપણ જેમાં ખીલવાની ક્ષમતા અપાર
સ્વવિકાસનાં મુદ્દે ઉણપમાં જ હોઈ શકે વૃદ્ધિમાર્ગ.
કોઈ એક કચાશને ઓળખી એનું બીજ બનાવ,
સંકલ્પની ભીની ચીકણી માટીમાં ઊંડે સુધી ગાડ,
ઉછેરની પ્રક્રિયા સમજી, શિસ્તને નિયમ બનાવ,
મૂળિયાં જગા કાજે મર્યાદાનું કોદાળીથી કર ખોદકામ,
રોજ સમયાનુસાર એ રોપા સાથે વાર્તાલાપ રાખ,
ને ઊભરવાની આ તક માટે આભારગીત સંભળાવ,
મજબુત, પાક્કો ખંત-ઇરાદો હશે તો મળશે જરૂર જવાબ
ફૂટ આવશે ને કચાશમાંથી જ ખીલશે નિપુણતા બેમર્યાદ...
ઊંચાઈઓ આંબવાની આમ જ થતી હોય શરૂઆત...
પ્રભુનાં આશ્લેષમાં, વૃદ્ધિ સમૃદ્ધિ સર્વેને વરે...
ધન્યવાદ!
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Catharanthus roseus
Madagascar periwinkle, Old maid, Cayenne jasmine, Rose periwinkle
Significance: Progress
This is why we are on earth.
No comments:
Post a Comment