Tuesday, 15 October 2019

આ ભાવ પ્રધાન પરમ ...


‘આભાર’ની દિવ્ય ધાર પકડ, એ વૃત્તિને સંસ્કાર સમજ,
નાની મોટી તક ઝડપ, વારે તહેવારે અનર્ગળ અનુભવ,

જીવનની એ નાડ પરખ, અઢળક સમૃદ્ધિ ચોકોર સમસ્ત,
નિર્માણનું અવકાશ ગણ, જીવંત રાખ ધન્યભાગ્ય ધગશ.

હાર્દ એનો અધ્યાત્મ મર્મ, મનકોષને સમ અભ્યાસક્રમ
અહંને ફરજિયાત નરમ કરતો આ ભાવ પ્રધાન પરમ

વૃદ્ધિ જીવ ની સંસાર સફર, દર તંતુ મુદ્દે ધન્યવાદ કર,
અદ્રશ્ય જગતની કોને ખબર, અહીં જરૂર વિકાસ અવસર.

મળશે ન લહાવો મૃત્યુપર્યંત, મળ્યું એ મ્હાલ ઝુકી શીશનમન
જે કંઈપણ છે એ સંગે નતમસ્તક, પળ પળ સંપૂર્ણ સહર્ષ!

પ્રભો ... પ્રભો ...

ઓક્ટોબર ૨૦૧૯



Flower Name: Ipomoea carnea
Significance: Gratitude
It is you who open all the closed doors and allow the saving Grace to enter






No comments:

Post a Comment