ધન્યવાદ!
‘પૃથ્વી પર છું’ એ જ મહત્વનું ભાન
આત્માનો એ સમજથી મળ્યો પહેલો પ્રસાદ,
મહામૂલું આ જીવન મળ્યું વિના વિષાદ
આત્માનો એ વ્યવસ્થાથી મળ્યો બીજો પ્રસાદ,
અત્યારમાં જીવું વગર ભાવિ ભાર
આત્માનો એ આશ્વાસનથી મળ્યો ત્રીજો પ્રસાદ,
દર ઘટમાળ પાછળ પ્રભુ પહેરેદાર
આત્માનો એ સંદર્ભથી મળ્યો ચોથો પ્રસાદ,
કર્તવ્ય જન્મ આ આવ્યો છે પૃથ્વીકાજ
આત્માનો એ પુષ્ટિથી મળ્યો પાંચમો પ્રસાદ,
પ્રકૃતિ પુરુષ અન્યોન્ય પણ પુરુષ પ્રધાન
આત્માનો એ અનુભૂતિથી મળ્યો છઠ્ઠો પ્રસાદ,
શક્તિ ને પ્રભુ ધરે છે પ્રકૃતિ ને પુરુષ સ્થાન
આત્માનો એ બાંહેદરીથી મળ્યો સાતમો પ્રસાદ,
પ્રભુ સંચાલિત શક્તિમાં માનવજીવન ઉત્તમપ્રદાન
આત્માનો એ દ્રષ્ટિશક્તિથી મળ્યો આઠમો પ્રસાદ,
સર્વે ચડાણો માટે સમર્પણ એટલો સરળ માર્ગ
આત્માનો એ નિયમિત નિષ્ઠ ક્રમથી મળ્યો નવમો પ્રસાદ,
પ્રત્યેક પ્રસાદને પચાવતો વહે હ્રદયથી આભાર
આત્માનો એ સ્વભાવ પાઠથી મળ્યો દસમો પ્રસાદ,
કંઈ કેટલાં ગણાવે ‘મોરલી’! અવિરત તવ ભેટ અમર્યાદ...
શ્રી પ્રભુ, શ્રી મા ... ધન્યવાદ! અર્પણમાં મૂકું આવિર્ભાવ...
ધન્ય ધન્ય પ્રભો...
ઓક્ટોબર ૨૦૧૯
Flower Name: Cordia sebestena
Geiger tree
Significance:Adoration
Manifold, smiling regular, it
offers itself tirelessly.
No comments:
Post a Comment